For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ

લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે. લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે એક્ઝીટ પોલ અનુસાર કોંગ્રેસ સત્તાથી દૂર જઈ રહેલી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલમાં યુપીમાં બનેલા સપા-બસપા અને આરએલડી મહાગઠબંધનને પણ સફળતા મળતી દેખાઈ રહી છે. એક્ઝીટ પોલ પરિણામ જાહેર થયા પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા છે.

Akhilesh Yadav

આગળની રણનીતિ અંગે ચર્ચા

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા. સૂત્રો અનુસાર બંને નેતાઓ વચ્ચે આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ. થોડા સમયની મુકાલાત પછી અખિલેશ યાદવ પોતાના આવાસ પાછા ફર્યા. બંને વચ્ચે થયેલી વાતચીત હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.

English summary
Akhilesh Yadav Reaches BSP Chief Mayawati's Residence in Lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X