For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માટે માયાવતી-અખિલેશે જાહેર કરી યાદી, જાણો કોણ ક્યાંથી લડશે લોકસભા ચૂંટણી

માયાવતી-અખિલેશે જાહેર કરી યાદી, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીને લઈ યૂપીના રાજકારણમાં ગરમાવો પકડાઈ રહ્યો છે. ગુરુવારે બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યૂપીમાં બનેલ પોતાના મહાગઠબંધન અંતર્ગત લોકસભાની સીટનું એલાન કરી દીધું છે. માયાવતી અને અખિલેશ યાદવ તરફથી જાહેર કરેલ આ યાદી મુજબ સમાજવાદી પા્ટી યૂપીની 37 લોકસભા સીટ પર ચૂંટણી લડશે જ્યારે બસપાના ખાતામાં 38 સીટ ગઈ છે. સીટોને લઈ અગાઉ નક્કી કરેલ સમજૂતીમાં બદલાવ કરતાં સમાજવાદી પાર્ટીના કોટાથી એક સીટ રાષ્ટ્રીય લોકદળને આપવામાં આવી છે. એટલે કે આરએલડી યૂપીની ત્રણ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે અમેઠી અને રાયબરેલીમાં મહાગઠબંધન કોઈ ઉમેદવાર નહિ ઉતારે. અહીં જાણો કઈ પાર્ટીને કઈ સીટ મળી છે...

ગાઝિયાબાદ સીટ સપાના ખાતામાં

ગાઝિયાબાદ સીટ સપાના ખાતામાં

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં પણ એવા અહેવાલ આવ્યા હતા કે પહેલા તબક્કામાં પશ્ચિમ યૂપીની 22 લોકસભા સીટ માટે સપા-બસપા અને આરએલડીની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે અત્યારે જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં પાછલી યાદીની કેટલીય સીટ પર બદલાવ જોવા મળી રહ્યા છે. અગાઉ અહેવાલ આવ્યા હતા કે યૂપીની ગાઝિયાબાદ સીટ બસપાના ખાતામાં ગઈ છે. નવી યાદીમાં ગાઝિયાબાદ સપાના ભાગમાં આવી છે. ગાઝિયાબાદ સીટને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ સીટ પર ભાજપ સતત જીત હાંસલ કરતું આવ્યું છે. જ્યારે કૈરાના સીટ પણ સમાજવાદી પાર્ટીને આપવામાં આવી છે. વર્તમાનમાં કૈરાના સીટ આરએલડી પાસે છે. આ સીટ પર સપાએ પાછલા દિવસોમાં થયેલ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારને આરએલડીની ટિકિટ પર ચૂંટણી લડાવી હતી.

રાષ્ટ્રીય લોકદળને 3 સીટ

રાષ્ટ્રીય લોકદળને 3 સીટ

જણાવી દઈએ કે ગત 12 જાન્યુઆરીએ માયાવતી અને અખિલેશ યાદવે લખનઉમાં પ્રેસ કોન્ફ્ેન્સ કરતા યૂપીની 78 સીટ પર મહાગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાનો ફેસલો કર્યો હતો. કોંગ્રેસને આ મહાગઠબંધનમાં સામેલ કરવામાં નહોતું આવ્યું. જો કે મહાગબંધનના નેતાઓએ એલાન કર્યું છે કે યૂપીની અમેઠી અને રાયબરેલી સીટ પર પોતાના ઉમેદવાર નહિ ઉતારે. શરૂઆતમાં આ મહાગઠબંધનમાં આરએલડીને પણ જગ્યા નહોતી આપવામાં આવી, પરંતુ બાદમાં અહેવાલ આવ્યા કે રાષ્ટ્રીય લોકદળને પણ 3 સીટ આપતાં મહાગઠબંધનમાં સામેલ કરી લેવામાં આવી છે. જો કે આરએલડીએ 4 લોકસભા સીટની માંગણી કરી હતી, પરંતુ ત્રણ સીટ પર જ સહમતી બની શકી.

કોંગ્રેસે આરએલડીને શું ઑફર આપી

કોંગ્રેસે આરએલડીને શું ઑફર આપી

જ્યારે બુધવારે સૂત્રોના હવાલાથી ખબર આવી કે કોંગ્રેસ તરફથી પશ્ચિમ યૂપીમાં મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવેલ જ્યોતિાદિત્ય સિંધિયા સતત એવી કોશિશમાં રહ્યા કે રાષ્ટ્રીય લોકદળને સાથે લઈ પશ્ચિમી યૂપીના ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવે. આ રણનીતિ અંતર્ગત પાછલા એક અઠવાડિયામાં સિંધિયાએ આરએલડી નેતા જયંત ચૌધરી સાથે બે વખત મુલાકાત પણ કરી હતી. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી જયંત ચૌધરીને 2019ની લોકસભા ચૂંટણી માટે 11 સીટની ઑફર આપવામાં આવી હતી. કોંગ્રેસે આરએલડી સમક્ષ 10 સીટ યૂપી અને 1 સીટ રાજસ્થાનમાં આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે આરએલડીએ આ પ્રકારના અહેવાલોનું ખંડન કરતા કહ્યું કે તેઓ સપા-બસપાના મહાગઠબંધનની સાથે છે.

કોંગ્રેસે પ્રિયંકાને આપી યૂપીની જવાબદારી

કોંગ્રેસે પ્રિયંકાને આપી યૂપીની જવાબદારી

બીજી બાજુ મહાગઠબંધનમાં જગ્યા ન મળ્યા બાદ કોંગ્રેસે યૂપીમાં એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો ફેસલો કર્યો છે. જો કે કોંગ્રેસે યૂપીની રણનીતિમાં મોટા બદલાવ અંતર્ગત પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલના મહાસચિવની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત કોંગ્રેસે મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ પશ્ચિમ યૂપીની જવાબદારી સોંપી છે. પાછલા દિવસોમાં જ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અે જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખનઉમાં રોડ શો કરીને યૂપીના ચૂંટણી અભિયાનનું રણશીંગું ફૂંક્યું હતું.

મહારાષ્ટ્રમાં ફરીથી રસ્તા પર ઉતર્યા અન્નદાતા, નાસિક પહોંચ્યા 7500 ખેડૂતો મહારાષ્ટ્રમાં ફરીથી રસ્તા પર ઉતર્યા અન્નદાતા, નાસિક પહોંચ્યા 7500 ખેડૂતો

English summary
Lok Sabha Elections 2019: SP Will Contest On 37 Seats While BSP Will Fight On 38 Seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X