For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજ બહાદુરની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો

લોકસભા ચૂંટણી 2019 વારાણસી લોકસભા સીટથી ગઠબંધન ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નોમિનેશન કેન્સલ થયું હતું, જેને કારણે તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 વારાણસી લોકસભા સીટથી ગઠબંધન ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નોમિનેશન કેન્સલ થયું હતું, જેને કારણે તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેજ બહાદુરની અરજી પર બુધવારે સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે તેજ બહાદુરની અરજી પર ચૂંટણી પંચ પાસે કાલે (9 એપ્રિલ) સુધીમાં જવાબ માંગ્યો છે. સમાજવાદી પાર્ટીએ પીએમ મોદી વિરુદ્ધ તેજ બહાદુરને વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.

આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 1 મેં દરમિયાન તેજ બહાદુર યાદવનું નોમિનેશન રદ કર્યું હતું. જેના પર તેજ બહાદુર યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે તેમનું નોમિનેશન ષડયંત્ર હેઠળ કેન્સલ કરવામાં આવ્યું.

આ પણ વાંચો: તેજ બહાદુર યાદવનો વીડિયો, 50 કરોડ આપો તો મોદીને મારી નાખીશ

તેજ બહાદુર યાદવે સુપ્રીમ કોર્ટમાં તેને પડકાર આપ્યો

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ પૂર્વ બીએસએફ જવાન તેજ બહાદૂરે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેજ બહાદૂર તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આ કેસમાં કોર્ટ સામે દલીલ કરશે. તમને જણાવી દઈએ કે તેજ બહાદૂર પર માહિતી છૂપાવવાના આરોપમાં કાર્યવાહી કરીને ચૂંટણી અધિકારીએ તેમનુ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધુ છે.

સોગંદનામામાં આપી અલગ અલગ માહિતી

સોગંદનામામાં આપી અલગ અલગ માહિતી

વાસ્તવમાં તેજ વારાણસી લોકસભા સીટથી તેજ બહાદૂરે બે વાર ઉમેદવારી ફોર્મ ભર્યુ, જેમાં પહેલી વાર તેમણે અપક્ષ ઉમેદવાર રૂપે ફોર્મ ભર્યુ હતુ. જ્યારે બીજી વાર તે સપા ટિકિટ પર ઉમેદવારી ફોર્મ ભર્યુ. પરંતુ આ બંનેના ઉમેદવારી ફોર્મમાં તેજ બહાદૂરે જે માહિતી આપી હતી તે અલગ અલગ હતી. તેજ બહાદૂરે જ્યારે ફરીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ તો તેમણે બીએસએફમાંથી કાઢી મૂકાયાની માહિતી ન આપી જ્યારે પહેલી વાર સોગંદનામામાં આ વાત તેમણે લખી હતી.

નક્કી કરેલા સમય પર ન આપી માહિતી

નક્કી કરેલા સમય પર ન આપી માહિતી

ત્યારબાદ ચૂંટણી અધિકારીએ તેજ બહાદૂરને નોટિસ આપીને નક્કી સમયમર્યાદાની અંદર જવાબ આપવા માટે કહ્યુ. પરંતુ તેજ બહાદૂરે સમય પર જવાબ આપ્યો નહિ અને ચૂંટણી અધિકારીએ તેમનુ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધુ. ત્યારબાદ આ મામલાએ તુલ પકડી લીધુ અને તેજ બહાદૂક મીડિયા સામે આવ્યા અને તેમણે પંચ પર તાનાશાહીના વલણનો આરોપ લગાવ્યો. તેજ બહાદૂરના વકીલે કહ્યુ કે અમે ચૂંટણી પંચને પુરાવા આપ્યા ત્યારબાદ પણ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યુ. ત્યારબાદ હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.

English summary
lok sabha elections 2019: supreme court asks ec to examine tej bahadur's plea by 9th may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X