For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજ બહાદુર યાદવનો વીડિયો, 50 કરોડ આપો તો મોદીને મારી નાખીશ

સપા નેતા તેજ બહાદુર યાદવનો એક વીડિયો આવ્યો છે, જેમાં તેઓ કથિત રીતે 50 કરોડ મળવા પર પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવાની વાત કહી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સપા નેતા તેજ બહાદુર યાદવનો એક વીડિયો આવ્યો છે, જેમાં તેઓ કથિત રીતે 50 કરોડ મળવા પર પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવાની વાત કહી રહ્યા છે. એક ટીવી ચેનલ પર તેજ બહાદુરનો આ વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તેજ બહાદુર પોતાની સાથે બેઠેલા એક વ્યક્તિને 50 કરોડ મળવા પર પીએમમોદીને પણ મારવાની વાત કહી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા પછી ભાજપે તેના પર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: મોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહાદૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો

શુ છે વીડિયોમાં?

વીડિયોમાં તેજ બહાદુર કહી રહ્યા છે કે મને 50 કરોડ આપો અને હું મોદીને મારી નાખીશ. તેના પર બીજો વ્યક્તિ કહે છે કે ભારતમાં આટલા નહીં મળે, પાકિસ્તાન તમને 50 કરોડ રૂપિયા આપી શકે છે. તેના પર તેજ પ્રતાપ યાદવે કહ્યું કે તેઓ પોતાના દેશની વિરુદ્ધ નહીં જાય. આ ફક્ત ત્યારે જ જયારે તેમને આ પૈસા ભારતીય તરફથી મળી રહ્યા હોય.

ભાજપે સવાલ ઉઠાવ્યા

ભાજપે સવાલ ઉઠાવ્યા

તેજ બહાદુરના આ વીડિયો પર ભાજપાએ કહ્યું કે આ ચોંકાવી નાખે તેવું છે. ભાજપના જીવીએલ નરસિમ્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેજ બહાદુરનું નિવેદન હેરાન કરી નાખે તેવું છે. સપાએ તેમને વારાણસીથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેમની ઉમેદવારી અલગ અલગ કારણસર કેન્સલ કરવામાં આવી હતી. હવે અમે ટીવી પર જોઈ રહ્યા છે કે 50 કરોડ રૂપિયા માટે તે પીએમ મોદીને મારવાનું ષડયંત્ર રચી રહ્યો છે.

કોંગ્રેસે આવા લોકોનો સાથ આપ્યો

કોંગ્રેસે આવા લોકોનો સાથ આપ્યો

ભાજપના જીવીએલ નરસિમ્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ જેવી પાર્ટી સરકારને બદલે આવા અસામાજિક તત્વો પાછળ જાય છે, જે ચિંતાનો વિષય છે. આ પણ વિચાર કરવા જેવી બાબત છે કે સમાજવાદી પાર્ટીએ તેને પોતાનો ઉમેદવાર બનાવ્યો. અમે આ વાતની નિંદા કરીયે છે અને બધી જ એજેન્સીઓને કહીયે છે કે તેઓ આ ખતરા તરફ પણ ધ્યાન આપે.

English summary
Tej Bahadur Yadav video allegedly saying Give me 50 crore will kill Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X