કોર્ટઃ 2 દિવસની અંદર BSF જવાન તેજબહાદુરને તેની પત્ની સાથે કરાવો મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

સતત બે દિવસ સુધી પોતાના પતિ સાથે વાત ન થઇ શકવાને કારણે ચિંતાતુર થયેલા બીએસએફ જવાન તેજબહાદુર યાદવ ના પત્ની શર્મિલા યાદવે દિલ્હી હાઇકોર્ટ ની વાટ પકડી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમને જાણકારી આપવામાં નથી આવી કે તેમના પતિ તેજબહાદુર ક્યાં છે. શુક્રવારે આ મામલે અદાલતમાં સુનવાણી થઇ હતી.

અદાલતના આદેશમાં બીએસએફ જવાનની પત્ની શર્મિલાને જમ્મુ અને કાશ્મીર સ્થિત સાંબામાં મળવાની અનુમતિ આપવામાં આવી છે. અદાલતે કહ્યું છે કે, 2 દિવસની અંદરે શર્મિલા યાદવ અને તેજબહાદુર યાદવની મુલાકાત કરાવવામાં આવે.

tejbahadur yadav wife

આ મામલાની સુનવાણી દરમિયાન ગૃહ કાર્યાલયે હાઇકોર્ટને જણાવ્યું કે, તેજબહાદુર યાદવની ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ તેની બટાલિયન બદલવામાં આવી છે. અદાલતમાં આ મામલે આગલી સુનવાણી 15 ફેબ્રુઆરીના રોજ થશે.

તેજબહાદુર ક્યાં છે એની જાણકારી આપવામાં ન આવી..

તેજબહાદુરના સંબંધી વિજયે જણાવ્યું કે, તેમણે હાઇકોર્ટમાં કેદીને મળવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર તેજબહાદુરની છેલ્લે 7 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની સાથે વાત થઇ હતી. સંબંધીઓએ જણાવ્યું હતું કે, તેઓ તેજબહાદુરના મોબાઇલ પર ફોન કરી રહ્યાં છે, પરંતુ કોઇ જવાબ નથી મળતો અને જ્યારે તેમણે તેજબહાદુરના કાર્યાલય પર ફોન કર્યો ત્યારે તેમને એ જાણકારી આપવામાં ન આવી કે તેજબહાદુર ક્યાં છે. વિજયે એમ પણ જણાવ્યું કે, તેમના પરિવારજનો તરફથી બીએસએફના મહાનિદેશને બે ચિઠ્ઠીઓ પણ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો પણ કોઇ જવાબ મળ્યો નહોતો.

શું છે આખો મામલો?

ઉલ્લેખનીય છે કે, ગત મહિને 9 જાન્યુઆરીના રોજ બીએસએફ જવાન તેજબહાદુર યાદવે સોશિયલ મીડિયા સાઇટ ફેસબૂક પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેમણે બીએસએફ જવાનની વાસ્તવિક પરિસ્થિતિ લોકો સામે મુકવાનો પ્રયાસ કર્યો હતો. બીએસએફ જવાનોને મળતા ખોરાકની ગુણવત્તા અને તેમની ફરજો તથા કામગીરી અંગે અનેક સવાલો આ વીડિયો થકી ઊભા થયા હતા. આ વીડિયો વાયરલ થતાં ખૂબ ચકચાર જગાવી હતી, આ આખો મામલો જાણો અહીં..

English summary
Under High Court orders BSF jawan Tej Bahadur's wife will be allowed to meet him over the weekend in Samba (J&K).
Please Wait while comments are loading...