જવાન તેજ બહાદુરના વીડિયો પર BSF આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Posted By:
Subscribe to Oneindia News

સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાને તેની ડ્યૂટી દરમિયાન એક વીડિયો રજૂ કરી બીએસએફના જવાનોને કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તે જણાવ્યું હતું. જે બાદ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વધ્યો હતો. જે બીએસએફ દ્વારા એક નિવેદન બહાર પાઠવામાં આવ્યું હતું.

BSF jawan

બીએસએફનું નિવેદન

નોંધનીય છે કે વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કરનાર વ્યક્તિનું નામ છે તેજ બહાદુર યાદવ. બીએસએફ તેના નિવેદનમાં કહ્યું છે કે તેજ બહાદૂર હંમેશાથી નિયમોનું ઉલ્લંધન કરે છે. તે મંજૂરી વગર રજા પર જતો રહે છે. અને પહેલા પણ દારૂના વધુ પડતા સેવન અને વરિષ્ઠ અધિકારીઓ સાથેના તેના ખરાબ વર્તનના કારણે વિવાદોમાં ફસાતો રહ્યો છે.


તપાસ શરૂ

બીએસએફે વધુમાં જણાવ્યું કે આ અંગે ડીજીઆઇ રેંકના એક અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે 9 જાન્યુઆરીના રોજ બીએસએફ જવાને આ વીડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે સીમાની સુરક્ષા વખતે ડ્યૂટીમાં ઠીકથી ખાવાનું અને આરામ કરવાનું નથી મળતું.


રાજનાથ સિંહ નું નિવેદન

નોંધનીય છે કે આ બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહને આ અંગે પૂછતા તેમણે કહ્યું કે આ વીડિયો તેમણે પણ જોયા છે અને ગૃહ સચિવે આ અંગે બીએસએફથી રિપોર્ટ માંગ્યો છે. જો કે તેજ બહાદુરે પોતાની આ સ્થિતી માટે કોઇ સરકારને જવાબદાર નથી ગણાવી. તેમણે કહ્યું કે ભારત સરકાર તો તમામ વસ્તુઓ મોકલે છે પણ મોટા અધિકારીઓ વચ્ચેથી આ સામાનને વેચી દે છે. માટે જ તેમને આ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શું છે આ વીડિયો જુઓ અહીં....

English summary
BSF said Constable Tej Bahadur as an individual has a difficult past. From initial days of his career, he needed regular counselling
Please Wait while comments are loading...