• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પ્રિયંકા ગાંધી પણ આપશે રાજીનામુ? જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પછી દબાણ વધ્યું

|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના ઉત્તરાધિકારી કોણ હશે, તે પ્રશ્નનો જવાબ હજી નથી મળ્યો, ત્યાં બીજી તરફ પ્રિયંકા ગાંધીના મહાસચિવ પદ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન 2014 કરતા પણ ખરાબ રહ્યું. એટલે સવાલ ઉઠી રહ્યા છે કે કોંગ્રેસની કારમી હારની જવાબદારી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા મહાસચિવ પદ છોડી શકે તો પ્રિયંકા ગાંધી કેમ નહીં? તો ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ રાજીનામુ આપીને એ ઈશારો કર્યો છે કે સંગઠન પર તેમના પરિવારનો દબદબો નહીં રહે, ત્યારે શું પ્રિયંકા માટે પોતાનું પદ બચાવવું સરળ હશે? સૌથી મોટી વાત એ છે કે પ્રિયંકા ગાંધી પોતે રાહુલના નિર્ણયને સાહસી પગલું ગણાવી ચૂક્યા છે, ત્યારે તે પોતે રાજીનામુ કેમ નથી આપી રહ્યા?

આ પણ વાંચો: હાર બાદ પહેલીવાર અમેઠી જશે રાહુલ ગાંધી, 10 જુલાઈએ પ્રવાસ ખેડશે

બંનેને મળી હતી સરખી જવાબદારી

બંનેને મળી હતી સરખી જવાબદારી

લોકસભા ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને એક સાથે યુપીની જવાબદારી સોંપી હતી. તેમને આશા હતી કે બંને યુવા ચહેરા ત્યાં પાર્ટીના સંગઠનને સક્રિય કરશે અને તેમની હાજરીને કારણે નવું જોશ પેદા થશે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશ અને સિંધિયાને પશ્ચિમ યુપીની જવાબદારી સોંપાઈ હતી. આ રીતે પ્રિયંકા પાસે યુપીની 80માંથી 42 અને સિંધિયા પાસે 38 બેઠકોની જવાબદારી હતી. પરંતુ સિંધિયાની દેખરેખમાં કોંગ્રેસ ફક્ત સહારનપુરમાં વિવાદિત નેતા ઈમરાન મસૂદની લોકસભા બેઠક પર જ જામીન બચાવી શકી. એટલે ચૂંટણી પરિણામના દોઢ મહિના બાદ સિંધિયાએ હારની જવાબદારી સ્વીકારતા મહાસચિવ પદેથી રાજીનામુ આપ્યું છે. ત્યારે પ્રિયંકા પર નૈતિક દબાણ બની રહ્યું છે.

પ્રિયંકા ગાંધીનું પર્ફોમન્સ પણ નબળું

પ્રિયંકા ગાંધીનું પર્ફોમન્સ પણ નબળું

આમ તો પ્રિયંકા ગાંધીનો દબદબો આખા દેશના કોંગ્રેસ સંગઠન પર હતો, પરંતુ પાર્ટીએ તેમને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી હતી. એટલે ઉમેદવાર નક્કી કરવાથી લઈને દરેક નાના મોટા નિર્ણય તેમને પૂછને થયા. ચૂંટણી દરમિયાન તેમણે પોતાના ઉમેદવારોને ઉતારવા માટે એક રણનીતિનો પણ ઉલ્લેખ કર્યો, જેને કારણે તેમની મજાક પણ થઈ. જો કે તથ્ય એ છે કે આ વિસ્તારમાં કોંગ્રેસનું પર્ફોમન્સ એટલું ખરાબ રહ્યું જેટલું કટોકટી બાદની ચૂંટણીમાં રહ્યું હતું. કોંગ્રેસને ફક્ત રાયબરેલીમાં જીત મળી જ્યારે પરંપરાગત બેઠક અમેઠી પર માંડ માંડ જામીન બચી શક્યા તો કાનપુરની શ્રીપ્રકાશ જયસવાલવાળી બેઠક પર પણ માંડ જામીન બચી શક્યા. સૌથી શરમજનક હાલ કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પર થઈ, જ્યાં તે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સીટ પણ ન બચાવી શક્યા.

પ્રિયંકા માટે જવાબ આપવો છે મુશ્કેલ

પ્રિયંકા માટે જવાબ આપવો છે મુશ્કેલ

સિંધિયાના રાજીનામા બાદ પ્રિયંકા ગાંઘી પર દબાણ વધી રહ્યો છે કારણ કે બંને પક્ષની એક જ ઓફિસમાં સાથે વ્યૂહરચના બનાવતા હતા. સિંધિયા સંસદમાં રાહુલની મદદ કરતા દેખાતા હતા, તો પ્રિયંકા પણ દરેક નિર્ણયમાં પોતાનો મુદ્દો મૂક્તી હતી. યુપીમાં ચૂંટણી અભિયાની શરૂઆત પણ બંને નેતાઓએ સાથે જ કરી હતી. એટલે જો સિંધિયાએ પસ્ચિમ યુપીના પ્રભારી તરીકે પોતાની જવાબદારી સમજીને પદ છોડ્યું છે તો પૂર્વ યુપીના પ્રભારી તરીકે પ્રિયંકા કેમ બચી શકે ? આમ તો પ્રિયંકા ગાંધી મહાસચિવ પદ છોડશે કે નહીં તે તેમના પર છે, પરંતુ હવે તે જાહેરમાં જ્યાં પણ દેખાશે ત્યારે તેમની પાસે જવાબ મગાશે તે નક્કી છે. એકવાત એ પણ છે કે સિંધિયાએ રાજીનામુ આતા પહેલા કદાચ આ મુદ્દે વિચાર નહીં કર્યો હોય કે પોતાના રાજીનામાથી પ્રિયંકાની મૂંઝવણ વધી જશે. જો સિંધિયાએ આ વાત વિચારી હોત તો કદાચ તેમણે કંઈક જુદુ જ નક્કી કર્યું હોત.

અમેઠી અને રાયબરેલીની બેઠક પર તે સીધી દખલ કરતા હતા

અમેઠી અને રાયબરેલીની બેઠક પર તે સીધી દખલ કરતા હતા

પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સીટ પણ ન બચાવી શક્યા. જ્યારે અહીં તેમની જવાબદારી વધુ હતી, કારણ કે જ્યારે તેઓ પક્ષમાં ઔપચારિક રૂપથી સક્રિય ન હતા, કે તેમની પાસે કોઈ પદ નહોતું ત્યારે અમેઠી અને રાયબરેલીની બેઠક પર તે સીધી દખલ કરતા હતા. આ મતદાન ક્ષેત્ર તેઓ 2004થી સંભાળી રહ્યા હતા, જ્યારથી રાહુલ અહીં પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા. કોંગ્રેસે આ પહેલા આ બેઠક 1977માં ગુમાવી હતી, જ્યારે ભારતીય લોકદળના રવિન્દ્રપ્રતાપસિંહે રાહુલના કાકા સંજય ગાંધીને હરાવ્યા હતા.

English summary
Pressure increased on Priyanka Gandhi after Jyotiraditya Scindia's resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X