Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાર બાદ પહેલીવાર અમેઠી જશે રાહુલ ગાંધી, 10 જુલાઈએ પ્રવાસ ખેડશે

હાર બાદ પહેલીવાર અમેઠી જશે રાહુલ ગાંધી, 10 જુલાઈએ પ્રવાસ ખેડશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીના પ્રવાસે જશે. રાહુલ ગાંધી 10 જુલાઈએ અમેઠીના પ્રવાસ પર જશે. અમેઠીની પરંપરાગત સીટથી 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માત આપી હતી. અહેવાલો મુજબ રાહુલ અમેઠીમાં પોતાની હારની સમીક્ષા પણ કરી શકે છે.

હાર બાદ પહેલીવાર અમેઠી જશે રાહુલ

હાર બાદ પહેલીવાર અમેઠી જશે રાહુલ

કોંગ્રેસે આ પરંપરાગત સીટ પર લોકસભા ચૂંટણીમાં મળેલ હારનું વિશ્લેષણ કરવા માટે બે સભ્યોની પેનલની રચના કરી હતી જેમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રતિનિધિ કેએલ શર્મા અને એઆઈસીસી સચિવ જુબેર ખાન સામેલ હતા. આ પેનલ મુજબ સ્થાનિક સ્તર પર સમાજવાદી પાર્ટી અને બસપાના કાર્યકર્તાઓનો સહયોગ ન મળી શકવો રાહુલ ગાંધીની હારનું કારણ બન્યું હતું. જણાવી દઈએ કે યૂપીમાં સપા-બસપાએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો ફેસલો લીધો હતો, મહાગઠબંધને અમેઠીમાં કોઈ ઉમેદવારને ન ઉતારવાનો ફેસલો કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા

આ પેનલને અમેઠીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે બીએસપીના વોટ કોંગ્રેસને શિફ્ટ થવાને બદલે ભાજપના ખાતામાં ચાલ્યાં ગયાં હતાં. એક સ્થાનિક નેતાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને આગામી ચૂંટણીમાં 2014ના 4,08,651 વોટના મુકાબલે 4,13,994 વોટ મળ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં બસપા ઉમેદવારને 57000 વોટ મળ્યા હતા. આશ્ચર્યજનક રૂપે અમેઠીમાં રાહુલ ગાંધીની હારની વચ્ચેનું અંતર પણ 55000નું રહ્યુંં હતું.

2004, 2009, 2014માં અમેઠીથી સાંસદ રહ્યા હતા

2004, 2009, 2014માં અમેઠીથી સાંસદ રહ્યા હતા

રાહુલ ગાંધીની અમેઠીમાં હાર પર સ્થાનિક કોંગ્રેસી નેતા યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, બસપા ઉમેદવારની અનુપસ્થિતિમાં જે વોટ કોંગ્રેસને મળવા જોઈતા હતા, તે ભાજપ તરફ શિફ્ટ થઈ ગયા. સપા સરકારમાં મંત્રી રહેલ ગાયત્રી પ્રજાપતિના દીકરા અને ગૌરીરંજથી સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે ભાજપને સમર્થન આપવાની વાત કહી હતી. શીર્ષ નેતૃત્વથી નિર્દેશ મળ્યા બાદ સિંહે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. જો કે પેનલના સભ્ય કેએલ શર્મા આ સ્પષ્ટતાથી સંતુષ્ટ નહોતા અને તેમણે કહ્યું હતું કે તિલોઈ અને ગૌરીગંજ વિસ્તારના પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી પણ ફીડબેક લેવામાં આવશે. જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં યૂપીમાં કોંગ્રેસને માત્ર રાયબરેલીની સીટ પર જીત મળી જ્યાંથી યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યાં હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X