કોંગ્રેસ શાસિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાહુલ ગાંધી આજે કરશે મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે જ્યાં કોંગ્રેસની સરકાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે જ્યાં કોંગ્રેસની સરકાર છે. બધા પાંચ રાજ્ય જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાંના મુખ્યમંત્રી આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીની આ તમામ મુખ્યમંત્રીઓ સાથે પહેલી મુલાકાત છે. માનવામાં આવી રહ્યુ છે કે આ બધા મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીને અપીલ કરશે કે તે પોતાના રાજીનામાની રજૂઆતને પાછી લઈ લે. જે રીતે આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો તે બાદ હારની જવાબદારી લઈને રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી હતી. રાજીનામાની રજૂઆત બાદથી રાહુલને મનાવવાનો દોર ચાલી રહ્યો છે પરંતુ રાહુલ પોતાના નિર્ણય પર અડગ છે.

rahulgandhi

રાહુલ ગાંધીએ જ બોલાવી બેઠક

સૂત્રોએ જણાવ્યુ કે આ બેઠક રાહુલ ગાંધીએ જ બોલાવી છે પરંતુ મુખ્યમંત્રીઓએ રાહુલને મળવાનો સમય માંગ્યો હતો. જે રીતે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો તે બાદ પાર્ટીની અંદર સતત રાજીનામાનો સિલસિલો ચાલુ છે. રાજ્યસભા સાંસદ અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવાએ પણ પાર્ટીના સચિવ કે સી વેણુગોપાલને પત્ર લખીને કહ્યુ કે પાર્ટી અધ્યક્ષનો હાથ મજબૂત કરવા માટે વરિષ્ઠ નેતાઓ દ્વારા આમ કરવુ ખૂબ જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ રાહુલને કામ કરવાની ખુલ્લી છૂટ મળશે ત્યારે જ તે પાર્ટીના હિતમાં નિર્ણયો લઈ શકશે.

પાર્ટીની અંદરથી ઉઠ્યા અવાજ

બાજવાએ કહ્યુ કે, 'પાર્ટીની ઈમેજ સુધારવા માટે રાહુલ ગાંધી જે પણ નિર્ણય કરશે અમે તેમની સાથે છે. મને લાગે છે કે વરિષ્ઠ નેતાઓ પછી ભલે તે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોય કે વર્તમાન મુખ્યમંત્રી કે પછી રાજ્યોના અધ્યક્ષ હોય તેમણે રાજીનામુ આપવુ જોઈએ.' પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાએ એઆઈસીસીની સમિતિના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ પાર્ટીના સીનિયર નેતાઓએ આ સલાહ આપી છે.

કોંગ્રેસની અંદર વિચિત્ર સ્થિતિ

કોંગ્રેસમાં હાલમાં એક વિચિત્ર સ્થિતિ ચાલી રહી છે. નાના નેતાઓ તરફથી તો રાજીનામાની રજૂઆત થઈ રહી છે જ્યારે મોટા નેતાઓ પોતાના પદેથી ચિપકી ગયા છે. રાહુલ ગાંધીના પોતાના રાજીનામાની સ્થિતિ પર પણ પાર્ટી કંઈ પણ સ્પષ્ટ નથી કરી શકતી. એક મહિનાથી વધુ પસાર થઈ ચૂક્યો છે પરંતુ રાજીનામાની રજૂઆત બાદ પણ રાહુલનો કોઈ ઉત્તરાધિકારી કોંગ્રેસ નક્કી કરી શકી નથી. કારણકે કોંગ્રેસમાં કાગળ પર કોઈ પણ મોટી ઔપચારિક નિર્ણય વર્કિંગ કમિટી જ લે છે જેના સભ્યોથી પણ રાજીનામાની માંગ ઉઠી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X