For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું

મમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યાના ત્રણ અઠવાડિયા બાદ પણ ઈવીએમને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ લોકસભા ચૂંટણીમાં ગડબડીની આશંકાને લઈ રાયબરેલીમાં એક નિવેદન આપ્યું હતું, તો હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ઈવીએમને લઈ મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનરજીએ કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે પહેલેથી જ ઈવીએમમાં પોતાના હિસાબે પ્રોગ્રામિંગ કર્યું હતું.

ચૂંટણી પહેલા ભાજપે કર્યું હતું ઈવીએમમાં પ્રોગ્રામિંગ

ચૂંટણી પહેલા ભાજપે કર્યું હતું ઈવીએમમાં પ્રોગ્રામિંગ

મમતા બેનરજીએ તમામ વિપક્ષી દળો સમક્ષ આ વાતનું સત્ય સામે લાવવા માટે એક ટીમ બનાવવાની અપીલ કરી. મમતા બેનરજીએ કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટી સાથે આ સંબંધમાં વાત કરી ચૂક્યા છીએ, જરૂરત પડી તો આના માટે કોર્ટ પણ જઈશું અને ચૂંટણીમાં થયેલ ધાંધલીનો પડકાર ફેંકશું. મમતા બેનરજીએ ભાજપના દાવા પર કહ્યું કે રિઝલ્ટ આવતા પહેલા જ લગભગ વાસ્તવિક આંકડાઓને લઈ કેવી રીતે અનુમાન લગાવી શકાય છે. જણાવી દઈએ કે ચૂંટણી પહેલા પણ વિપક્ષી દળોએ ઈવીએમને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલો સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો હતો.

જરૂર પડી તો મમતા બેનરજી કોર્ટ જશે

જરૂર પડી તો મમતા બેનરજી કોર્ટ જશે

ઈવીએમ પર સવાલ ઉઠાવતા મમતા બેનરજીએ કહ્યું કે ભાજપના લોકો કેવો દાવો કરી રહ્યા હતા કે આખા દેશમાં 300થી વધુ સીટ પર જીત નોંધાવશે અને બંગાળમાં 23 સીટ મળશે. એક બંગાળી ચેનલને આપેલ ઈન્ટર્વ્યૂમાં મમતા બેનરજીએ ભાજપ પર ભારે નિશાન સાધ્યું. મમતા બેનરજીએ વામ દળોના સમર્થકોને ભાજપમાં સામેલ ન થવા અપીલ કરી છે. મમતા બેનરજીએ રાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ ભાજપના પ્રવક્તા જેવા છે. ભાજપે સર્વદળીય બેઠક બોલાવવા કહ્યું અને તેમણે આવું જ કર્યું.

રાજ્યપાલ ભાજપના પ્રવક્તાની જેમ મમતા

રાજ્યપાલ ભાજપના પ્રવક્તાની જેમ મમતા

મમતા બેનરજીએ કહ્યું કે તેમણે મને બોલાવી હતી પરંતુ મેં કહી દીધુ કે હું ન આવી શકું કેમ કે તમે રાજ્યપાલ છો અને હું નિર્વાચિત સરકાર છું, કાયદો-વ્યવસ્થા રાજ્યનો મામલો છે, આ તમારો વિષય નથી. પશ્ચિમ બંગાળના સીએમે કહ્યું કે રાજ્યપાલ એક કપ ચા અથવા શાંતિ બેઠક માટે લોકોને બોલાવી શકે છે. તેમણે કહ્યું કે આ કારણે પાર્ટી તરફથી એક પ્રતિનિધિને મોકલી રહી છું જે ત્યાં જઈ ચા પીને આવશે.

રાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો રાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો

English summary
bjp programmed evms ahead of general elections says mamata banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X