તેજ બહાદુરની મોતની ખબર પાછળ શું સચ્ચાઇ છે જાણો!

Subscribe to Oneindia News

લશ્કર માં ખરાબ ખોરાક આપતા વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ બીએસએફ જવાન તેજ બહાદુર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમની મોત ની ખબરના કારણે તે સમાચારોમાં આવ્યા છે. નોંધનીય છે કે બુધવારથી કેટલીક સોશ્યલ મીડિયા સાઇટ પર તેમના મૃત શરીરની તસવીરો વાયરલ થઇ હતી. મીડિયામાં જે ફોટો વાયરલ થયા હતા તેમા મુત્યુ પામનાર વ્યક્તિનો ચહેરો તેજ બહાદુર જેવો બતાવવામાં આવ્યો હતો. આ પછી આ ખબર આગની જેમ ફેલાઇ ગયા હતા.

TAJ BAHABUR

ખોટા છે આ સમાચાર

જો કે હવે આ મુદ્દા પર બીએસએફ અને તેજ બહાદુર યાદવની પત્નીના નિવેદન આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે આ તમામ વાતો ખોટી અફવાઓથી વિશેષ કંઇ નથી. અને તેજ બહાદુર સંપૂર્ણપણે સ્વસ્થ અને જીવીત છે.

Read also : જવાન તેજ બહાદુરના વીડિયો પર BSF આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

બીએસએફએ શું કહ્યું?

બીએસએફના જણાવ્યા અનુસાર, તેજ બહાદુર યાદવ સંપૂર્ણપણે ફિટ છે, અને જમ્મુ- કાશ્મીરનાં સામ્બા જિલ્લામાં તૈનાત છે. જ્યારે તેની પત્નીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેજ બહાદુર યાદવ સંપૂર્ણપણે સ્વસ્થ છે એને તેમના જોડે તેની ફોન પર વાત પણ થઇ હતી. ત્યારે આ અંગે માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો થોડા સમય પહેલા સુકમા હુમલાના સૈનિકોની છે. જેને અલગ રીતે દર્શાવી અને તેજ બહાદુરના નામ સાથે જોડીને બતાવવામાં આવી છે.

English summary
Tej bahadur yadav fake death picture going to spread in social media.Read Here more.
Please Wait while comments are loading...