For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP સાંસદ સની દેઓલનું સાંસદ પદ બચવું મુશ્કેલ છે, જાણો વિગત

19 જૂને વન ઈન્ડિયાએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, કે પંજાબના ગુરદાસપુરમાં ભાજપના સાંસદ સની દેઓલનું સાંસદ સભ્યપદ ખતરામાં મુકાયું છે.

|
Google Oneindia Gujarati News

19 જૂને વન ઈન્ડિયાએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, કે પંજાબના ગુરદાસપુરમાં ભાજપના સાંસદ સની દેઓલનું સાંસદ સભ્યપદ ખતરામાં મુકાયું છે. કારણ કે તેમના તેમના વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન મર્યાદા કરતા વધુ ખર્ચ કરવાના મામલે ચૂંટણી પંચ તપાસ કરી રહ્યું છે. હવે જ્યારે આ માહિતી સામે આવી છે કે, ગુરદાસ પુરના જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને જે રિપોર્ટ મોકલ્યો છે, તેમાં સની દેઓલ વિરુદ્ધના આરોપો સાચા સાબિત થયા છે. રિપોર્ટ પ્રમાણે બોલીવુડ અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલે ચૂંટણી અભિયાન માટે નક્કી કરેલા, 70 લાખ રૂપિયાની મર્યાદા ક્રોસ કરી છે. ઉલ્લેખનીય છે કે જો ચૂંટણી પંચ તેને ચૂંટણીના નિયમો અંતર્ગત દોષી જાહેર કરશે તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે.

આ પણ વાંચો: માનહાની કેસઃ પટના કોર્ટથી જામીન મળતાં બોલ્યા રાહુલ- મારી લડાઈ સંવિધાનને બચાવવાની

તપાસ રિપોર્ટમાં સની દેઓલ વિરુદ્ધ શું છે?

તપાસ રિપોર્ટમાં સની દેઓલ વિરુદ્ધ શું છે?

મળતી માહિતી પ્રમાણે ગુરુદાસપુરના જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઉજ્જવલે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. કરૂણારાજુને જે રિપોર્ટ મોકલ્યો છે, તેમાં ચૂંટણી દરમિયાન સની દેઓલ પર ચૂંટણી અભિયાન માટે 78.51 રૂપિયા ખ્ચ કર્યા હોવાની વાત સામે આવી છે. જ્યારે ચૂંટણી દરમિયાન ખર્ચ કરવાની મર્યાદા ફક્ત 70 લાખ રૂપિયા છે. એટલે કે સની દેઓલે નક્કી મર્યાદા કરતા 8.51 લાખનો વધુ ખર્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951ના સેક્શન 123 (6) અંતર્ગત આ ગરબડ ચૂંટણીના ભ્રષ્ટાચારમાં ગણાવાય છે, જે આધારે સાંસદને તેમનું સાંસદ પદ છોડવું પડી શકે છે. મનાઈ રહ્યું છે કે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી આ રિપોર્ટ ચૂંટણી પંચને આગળની કાર્યવાહી માટે સોમવારે મોકલશે.

સુનીલ જાખડે નક્કી મર્યાદામાં કર્યો ખર્ચ

સુનીલ જાખડે નક્કી મર્યાદામાં કર્યો ખર્ચ

ગુરદાસપુરમાં સની દેઓલે કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડને 82,459 વોટથી હરાવ્યા હતા, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે માત્ર 61,36,058 રૂપિયા ખર્ચ કર્યા હતા. જે નિર્ધારિત મર્યાદા કરતા 9 લાખ જેટલી ઓછી છે. ગત મહિને જ વધુ ખર્ચની વાત સામે આવ્યા બાદ ડિસ્ટ્રિક્ટ રિટર્નિંગ ઓફિસે સની દેઓલને નોટિસ મોકલી જવાબ માગ્યો હતો. જો આ કેસમાં સની દેઓલના સાંસદનું સભ્યપદ જતું રહે છે, તો ચૂંટણી પંચ બીજા નંબરે આવેલા કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જખડને વિજેતા જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સુનીલ જાખડ તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હતા, જેમમે હાર બાદ રાજીનામુ આપ્યું હતું.

પ્રતિનિધિની પસંદગી કરવા પર પણ વિવાદ

પ્રતિનિધિની પસંદગી કરવા પર પણ વિવાદ

ગુરદાસપુર બેઠક પર ભાજપે આ વખતે અભિનેતા સની દેઓલને મેદાને ઉતાર્યા હતા, કારણ કે આ બેઠક પર 2014ની ચૂંટણી સુધી વિનોદ ખન્ના વિજેતા બન્યા હતા. પરંતુ તેમના નિધન બાદ પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પર હાર જોવી પડી હતી. તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ આ બેઠક પર વિજેતા બન્યા હતા. આ પહેલા ગુરદાસપુર લોકસભા ક્ષેત્રનું કામ જોવા માટે સની દેઓલે ગુરપરીત સિંહ પલહેડીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા હતા. પરંતુ તેના પર પણ વિવાદ સર્જાયો હતો. બાદમાં સની દેઓલે ફેસબુક પર ખુલાસો કરતા કહ્યું હતું કે તેમણે પોતાના પીએને ગુરદાસપુર ઓફિસમાં પ્રતિનિધિ બનાવ્યા છે, જેથી જ્યારે તે ગુરદાસપુરથી બહાર હોય, તો મતદાન ક્ષેત્રના લોકોને મુશ્કેલી ન પડે.

English summary
why sunny deol mp seat is in danger, know about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X