માનહાની કેસઃ પટના કોર્ટથી જામીન મળતાં બોલ્યા રાહુલ- મારી લડાઈ સંવિધાનને બચાવવાની
માનહાની કેસઃ પટના કોર્ટથી જામીન મળતાં બોલ્યા રાહુલ- મારી લડાઈ સંવિધાનને બચાવવાની
પટનાઃ હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપનાર રાહુલ ગાંધીને પટનાની કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં શનિવારે જામીન આપી દીધા છે. 10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને આ જામીન મળ્યા છે. રાહુલ વિરુદ્ધ બિહારના ડેપ્યૂટી સીએમ સુશીલ મોદીએ તેમને મોદી સરનેમ પર કરવામાં આવેલ ટિપ્પણી વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે. રાહુલે જામીન મળ્યા બાદ ફરીથી ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું.

રાહુલ ગાંધીને જામીન મળ્યા
પટનાની કોર્ટથી જામીન મળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યં કે જે પણ નરેન્દ્ર મોદી અને આરએસએસની વિચારધારા વિરુદ્ધ ઉભા હોય છે, તેમના પર કોર્ટમાં કેસ કરવામાં આવે છે. મારી લડાઈ સંવિધાનને બચાવવાની છે. ગરીબો અને ખેડૂતો માટે ઉભા રહેવાની છે. રાહુલે પટના કોર્ટમાં હાજર થતા પહેલા પણ ટ્વીટ કરી ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું.
|
હાજર થતા પહેલાં રાહુલે નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર થતા પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે બપોરે 2 વાગ્યે પટનામાં સિવિલ કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર થઈશ. મારા રાજનૈતિક વિરોધિ ભાજપ-આરએસએસ દ્વારા મને ડરાવવા અને હેરાન કરવા માટે મારા પર વધુ એક કેસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ હાલમાં જ સંપન્ન લોકસભા ચૂંટણી બાદ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસને આ ચૂંટણીમાં કરારી હાર મળી હતી. રાહુલ ગાંધીએ આ અઠવાડિયે ટ્વીટ કરી ચાર પાનાનું પોતાનું રાજીનામું આપ્યું હતું.

શું છે સમગ્ર મામલો?
રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે નિરવ મોદી, લલિત મોદી, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી- આખી ગેંગ છે. ચોરોનું એક આખું દળ છે. રાહુલ ગાંધીએ મોદી ઉપનામ પર કહ્યું હતું કે તમામ ચારેયના નામ મોદી કેમ છે. ખબર નથી અને કેટલા મોદી આવશે. રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈ પીએમ મોદી પર આ હુમલો બોલ્યો હતો. જે બાદ બિહારના ડેપ્યૂટી સીએમ અને ભાજપી નેતા સુશીલ કુમાર મોદીએ મોદી સરનેમને લઈ તેમના પર માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.












Click it and Unblock the Notifications
