For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર સીટો જ નહીં, ભાજપની સંપત્તિમાં પણ થયો જબરદસ્ત વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીમાં જીત મેળવી રહી છે, તે પછી પાર્ટીની કુલ સંપત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીમાં જીત મેળવી રહી છે, તે પછી પાર્ટીની કુલ સંપત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ભાજપની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમાં 22.27 ટકાનો વધારો થયો છે. આ વધારો માત્ર એક વર્ષમાં નોંધવામાં આવ્યો છે. વર્ષ 2016-17ની વાત કરીએ તો, ભાજપની કુલ સંપત્તિ 1213.13 કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2017-18માં 22.27 ટકા વધી 1483.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડો ચૂંટણી પર નજર રાખનારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

આ પક્ષોની આવક ઓછી થઈ

આ પક્ષોની આવક ઓછી થઈ

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો તેમની સંપત્તિમાં છેલ્લા વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે. બંને પક્ષોની વાર્ષિક સંપત્તિમાં ઘટાડો થયો છે. વર્ષ 2016-17 ની તુલનામાં, કોંગ્રેસની કુલ સંપત્તિ 15.26 ટકા ઘટીને 854.75 કરોડ રૂપિયાથી 724.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એનસીપીની કુલ સંપત્તિ 16.39 ટકા ઘટીને 11.41 કરોડ રૂપિયાથી 9.54 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

સાત પક્ષોએ સંપત્તિ જાહેર કરી

સાત પક્ષોએ સંપત્તિ જાહેર કરી

એડીઆરના અહેવાલ મુજબ, કુલ સાત રાષ્ટ્રીય પક્ષોએ તેમની સંપત્તિ જાહેર કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એનસીપી, બહુજન સમાજ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. જો આ સાત પક્ષોની કુલ સંપત્તિ વિશે વાત કરીએ, તો તેમાં 6% નો વધારો થયો છે. વર્ષ 2016-17માં આ બધા પક્ષોની કુલ સંપત્તિ 3260.81 કરોડ રૂપિયા હતી, જે 2017-18માં વધીને 3456.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કેટલું દેવું છે પક્ષો પર

કેટલું દેવું છે પક્ષો પર

ટીએમસીની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેમાં 10.86 ટકાનો વધારો થયો છે અને 26.25 કરોડ રૂપિયાથી વધીને 29.10 કરોડ થઈ ગઈ છે. તમામ સાત પક્ષો પરના દેવાની વાત કરીએ તો તે 27.26 ટકા ઘટીને 514.99 થી 374.62 કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્ષ 2017-18માં કોંગ્રેસે તેનું કુલ દેવું 324.2 કરોડ રૂપિયા ઘોષિત કર્યું હતું, ભાજપ પર 21.38 કરોડ અને ટીએમસી પર 10.65 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: પાસ થયુ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019, ટ્રાફિક નિયમો તોડ્યા તો 10 ગણો દંડ

English summary
Not only the seats, the BJP wealth has also increased tremendously
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X