For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાસ થયુ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019, ટ્રાફિક નિયમો તોડ્યા તો 10 ગણો દંડ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 પાસ થઈ ગયુ. આ બિલ પાસ થયા બાદ ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર થશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 પાસ થઈ ગયુ. આ બિલ પાસ થયા બાદ ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર થશે. જો તમે ટ્રાફિકના નિયમો તોડો છો કે પછી દારૂ પીને ગાડી ચલાવો છો તો હવે થઈ જાવ સાવધાન કારણકે મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 મુજબ હવે તમારે પહેલા કરતા 10 ગણો વધુ દંડ ભરવો પડશે. નવા નિયમોમાં દંડ વધારીને લોકોને ટ્રાફિક નિયમોનુ પાલન કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ટ્રાફિક નિયમોમાં ફેરફાર

ટ્રાફિક નિયમોમાં ફેરફાર

બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પણ પાસ થઈ ગયુ. લોકસભામાં આ બિલ પહેલેથી જ પાસ થઈ ચૂક્યુ છે. બિલ રજૂ કરવા દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન પડકરીએ કહ્યુ કે મોટાભાગના લોકો ટ્રાફિક નિયમો છતા તેનુ પાલન કરતા નથી જેના કારણે દૂર્ઘટના થાય છે. ટ્રાફિક નિયમોનું પાલન મજબૂતૂથી કરવામાં આવે તેના માટે મોટર વ્હીકલ એક્ટ 1988માં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. આ બિલ પાસ થયા બાદ હવે ટ્રાફિક નિયમો તોડવા પર વધુ દંડ અને પહેલાથી વધુ સજા થશે.

હેલમેટ ન હોવા પર લાગશે 1000 રૂપિયાનો દંડ

હેલમેટ ન હોવા પર લાગશે 1000 રૂપિયાનો દંડ

જો તમે તમારુ બાઈક કે સ્કૂટી હેલમેટ વગર ચલાવી રહ્યા છો તો પકડાઈ જવા પર તમને 1000 રૂપિયાનો દંડ લાગશે. આ ઉપરાંત ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત થઈ શકે છે. વળી, ડ્રાઈવિંગ દરમિયાન સીટ બેલ્ટ વિના પકડાઈ જવા પર 1000 રૂપિયાનો દંડ થશે.

આ પણ વાંચોઃ NMC બિલના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર આજે હડતાળ પરઆ પણ વાંચોઃ NMC બિલના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર આજે હડતાળ પર

લાયસન્સ વિના પકડાઈ જવા પર

લાયસન્સ વિના પકડાઈ જવા પર

જો તમે લાયસન્સ વિના પકડાઈ જશો તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે પહેલા આ દંડ 500 રૂપિયાનો હતો. વળી, યોગ્યતાથી ઓવરસાઈઝ વાહન ચલાવતા પકડાઈ જવા પર 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. વળી, ઝડપથી ગાડી ચલાવવા પર પકડાઈ ગયા બાદ તમારે 1000 રૂપિયાનો દંડ થશે કે જે પહેલા માત્ર 400 રૂપિયા હતો. વળી, ખતરનાક રીતે ગાડી ચલાવવા પર હવે 5000 રૂપિયાનો દંડ લાગશે કે જે પહેલા માત્ર 500 રૂપિયા હતો.

ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવા પર લાગશે 5000 રૂપિયાનો દંડ

ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવા પર લાગશે 5000 રૂપિયાનો દંડ

ભારતમાં મોટાભાગના લોકોને પોતાની ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરતા જોવામાં આવે છે. આ એકદમ ખોટુ છે. નવા નિયમ હેઠળ ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરતા કરતા પકડાઈ જવા પર 5000 રૂપિયાનો દંડ થશે. જો કોઈ લાયસન્સ વિના ગાડી ચલાવશો તો 5000 રૂપિયા દંડ ભરવો પડશે.

એમ્બ્યુલન્સનો રસ્તો રોકવા પર 10000નો દંડ

જો રસ્તા પર ગાડી ચલાવવા દરમિયાન એમ્બ્યુલન્સનો રસ્તો જાણીજોઈને રોક્યો તો તમારે ભારે દંડ ભરવો પડશે. જો જાણીજોઈને કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો ન આપ્યો તો હવે તેને કલમ-194 ઈ હેઠળ પહેલી વાર 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

English summary
Motor Vehicles Bill, 2019 Pass in Rajya Sabha, Now you have to pay 10 times More Fine if you break Traffic rule, Know Top 10 Points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X