For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસીમાં સપાએ ઉમેદવાર બદલ્યો, તેજ બહાદુરને ટિકિટ આપી

દેશની સૌથી ચર્ચિત સીટ વારાણસી પર સમાજવાદી પાર્ટીએ નોમિનેશનના છેલ્લા દિવસે ઉમેદવાર તરીકે શાલિની યાદવને બદલીને તેની જગ્યાએ બીએફએસ માંથી કાઢી મુકવામાં આવેલા જવાન તેજ બહાદુર યાદવને ટિકિટ આપી છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી ચર્ચિત સીટ વારાણસી પર સમાજવાદી પાર્ટીએ નોમિનેશનના છેલ્લા દિવસે ઉમેદવાર તરીકે શાલિની યાદવને બદલીને તેની જગ્યાએ બીએફએસ માંથી કાઢી મુકવામાં આવેલા જવાન તેજ બહાદુર યાદવને ટિકિટ આપી છે. હવે તેજ બહાદુર યાદવ ગઠબંધન ઉમેદવાર તરીકે પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે. નોમિનેશન કરવા માટે પહોંચેલા તેજ બહાદુર યાદવે કહ્યું કે હવે હું સમાજવાદી પાર્ટીના મુદાઓ પર ચૂંટણી લડીશ.

આ પણ વાંચો: પ્રિયંકાએ ખોલ્યું રાઝ- વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી કેમ લડ્યા નહીં

તેજ બહાદુર ગઠબંધન ઉમેદવાર બન્યા

તેજ બહાદુર ગઠબંધન ઉમેદવાર બન્યા

તેજ બહાદુર યાદવને સપા ઉમેદવાર બનાવવાની ખબર પહેલાથી સોશ્યિલ મીડિયા પર ચાલી રહી હતી, પરંતુ આ વાતની પુષ્ટિ ત્યારે થઇ જયારે સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા મનોજ રાય તેજ બહાદુરને લઈને નોમિનેશન કેન્દ્ર પર પહોંચ્યા. જાણકારી આપતા તેમને જણાવ્યું કે શાલિની યાદવને બદલે સમાજવાદી પાર્ટીએ તેજ બહાદુરને ટિકિટ આપી છે. આ પહેલા તેજ બહાદુર નિર્દલીય ઉમેદવાર તરીકે નોમિનેશન કરી ચુક્યા છે.

શુ બોલ્યા તેજ બહાદુર યાદવ?

શુ બોલ્યા તેજ બહાદુર યાદવ?

તેજ બહાદુર યાદવે કહ્યું કે તેને સપા સિમ્બોલ સાથે નોમિનેશન ફાઈલ કર્યું છે. શાલિની યાદવના નોમિનેશન પર તેમને કહ્યું કે પાર્ટીનો જે આદેશ હશે, તેને તેઓ માનશે. સમાજવાદી પ્રવક્તા મનોજ રાય ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેજ બહાદુર યાદવ ખેડૂતના દીકરા છે. બીએસએફમાં ખરાબ ખાવાની ફરિયાદ કરી, તો તેમને કાઢી મુક્યા. મનોજ રાય ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેજ બહાદુર પહેલાથી જ અખિલેશ યાદવના સંપર્કમાં હતા અને તેમને ટિકિટ માંગી હતી. તેમને કહ્યું કે આ અસલી અને નકલી ચોકીદાર વચ્ચેની લડાઈ છે.

શાલિની યાદવે પણ નોમિનેશન દાખલ કર્યું

શાલિની યાદવે પણ નોમિનેશન દાખલ કર્યું

સમાજવાદી પાર્ટી ઉમેદવાર તરીકે શાલિની યાદવે પણ નોમિનેશન ભર્યું છે પરંતુ પાર્ટી પ્રવક્તા ઘ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે શાલિની પોતાનું નોમિનેશન પાછું લઇ લેશે અને તેજ બહાદુર યાદવ જ ગઠબંધન ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.

English summary
SP changed candidate, gave ticket to Tej Bahadur Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X