For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં મળેલ પ્રચંડ જીત પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ- 'તમે હકદાર હતા'

લોકસભામાં મળેલ પ્રચંડ જીત પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ- 'તમે હકદાર હતા'

|
Google Oneindia Gujarati News

ઓસાકાઃ જાપાનના ઓસાકામાં શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે દ્વિપક્ષીય મુલાકાત થઈ. પીએમ મોદી બીજી વખત સત્તામાં આવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. આ અવસર પર ટ્ર્મ્પે મોદી સાથે લોકસભા ચૂંટણી પર વાતચીત કરી. ટ્રમ્પે મોદીને કહ્યું કે લોકસભામાં ચૂંટણીમાં મોદીને જે જીત મળી છે તેના તે હકદાર હતા. ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન સૌને સાથ લાવવાનું તેમણે સારું કામ કર્યું.

જો આવું અમેરિકામાં થયું હોત તો

જો આવું અમેરિકામાં થયું હોત તો

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચૂંટણી વિશે મીટિંગ શરૂ થતા પહેલા પીએમ મોદી સાથે વાત કરી. ટ્રમ્પે કહ્યું કે "72 ટકા જ્યાં સુધી મને ખબર છે કે અમેરિકામાં જો આવું થયું હોત તો આને બહુ મોટી જીત ગણાવવામાં આવત." લોકસભા ચૂંટણીમાં 542માંથી સત્તાધારી ભાજપને 303 સીટ મળી છે તો એનડીએ ગઠબંધનના ભાગે માત્ર 353 સીટ જ મળી છે. એનડીએની જીતની ટકાવારી 65 ટકા સુધી હતી.

પીએમ મોદીમાં બધાને સાથે રાખવાની ક્ષમતા

પીએમ મોદીમાં બધાને સાથે રાખવાની ક્ષમતા

ટ્રમ્પે આગળ કહ્યું કે ચૂંટણીમાં જે જીત ભાજપને મળી છે તે મોદી અને સૌને એક રાખવાની તેમની ક્ષમતાની જીત છે. ટ્રમ્પે કહ્યું કે મને યાદ છે કે તમોએ જ્યારે પહેલીવાર સત્તા સંભાળી હતી તો સૌ એકસાથે લડી રહ્યા હતા અને હવે સૌ એકસાથ છે. વિશ્વાસ કરો માત્ર તમે આ બધા લોકોને એકસાથે લઈને આવ્યા છો. મને લાગે છે કે આ તમારી અને તમારી ક્ષમતાઓ માટે એક નાની ભેટ છે. ટ્રમ્પે એ વાત સમજી કે બંને દેશ હવે સારા દોસ્ત બની ચૂક્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા હવે જેટલા નજીક છે તેટલા પહેલા ક્યારેય નહોતા.

પ્રચંડ જીતનું એલાન

પ્રચંડ જીતનું એલાન

ટ્રમ્પે આની સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે મિલેટ્રી સહયોગ તરફ પણ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે બંને દેશોને ટ્રેડ પર એક સાથે મળીને કામ કરવું જોઈએ અને આ વિશે ચર્ચા થશે. ટ્રમ્પે આ નિવેદન બંને દેશ વચ્ચે ચાલી રહેલ ટૈરિફ વિવાદને લઈને આપ્યું. ટ્રમ્પે આ વાત માટે પીએમ મોદીનો આભાર માન્યો કે તેઓ બંને દેશની વચ્ચે દોસ્તીના મહત્વને મસજે છે. તેમનું માનવું છે કે બંને દેશ આગામી કેટલાક દિવસોમાં મોટી ટ્રેડ ડીલનું એલાન કરી શકે છે.

ઈરાન પર પણ ચર્ચા થઈ

ઈરાન પર પણ ચર્ચા થઈ

જી20 શિખર સમ્મેલનથી અલગ આ મીટિંગ દરમિયાન મોદી અને ટ્રમ્પે ઈરાન અને ટ્રેડ મુદ્દાની સાથે 5જી કોમ્યુનિકેશન નેટવર્ક્સ સાથે જ રક્ષા સાથે જોડાયેલ વિષયો પર પણ ચર્ચા કરી. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ બાબતે જાણકારી આપી. પીએમ મોદીએ ારત તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રેમ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. પીએમ મોદીએ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોંપેયોના હાથે જ એક ચિઠ્ઠીમાં ટ્રમ્પને થેંક્યૂ કહ્યું. આ સાથે જ તેમણે પીએમ મોદી સાથે વાતચીતની શરૂઆત કરી. વિદેશ સચિવ ગોખલેએ જણાવ્યું કે ચાર મહત્વના મુદ્દા પર વાતચીત થઈ. જેમાં ઈરાન, 5જી, ટ્રેડ અને રક્ષા સંબંધ સામેલ છે.

જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, ‘આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ' જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, ‘આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ'

English summary
american president donald trump on victory of bjp, says you deserve it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X