પીએમ મોદી સાથે માનવાધિકાર, પ્રેસની આઝાદી પર કરી વાતઃ ભારતથી જતા જ બોલ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન
Joe Biden on India: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે નવી દિલ્હીથી વિયેતનામની ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ કહ્યું હતું કે ભારત-યુએસ ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે "નોંધપાત્ર ચર્ચાઓ" કરી છે અને તેમના નેતૃત્વ અને જી20 શિખર સંમેલનની મેજબાની કરવા બદલ તેમનો આભાર માન્યો.
આ ઉપરાંત, યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું કે તેમણે "પ્રધાનમંત્રી મોદી સાથે માનવાધિકારનુ સન્માન કરવાના મહત્વ વિશે વાત કરી." બાઈડેને વિયેતનામના હનોઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હંમેશની જેમ, મે પીએમ મોદી સાથે માનવાધિકારનુ સમ્માન કરવા અને એક મજબૂત અને સમૃદ્ધ દેશના નિર્માણમાં સ્વતંત્ર પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકાના મહત્વ વિશે વાત કરી. આ સંદર્ભમાં "ઘણા મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યા છે".

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ભારતની પ્રથમ મુલાકાતે શુક્રવારે નવી દિલ્હી પહોંચેલા બાઈડેને તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીને "ગહન અને વૈવિધ્યકરણ" કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી, સાથે જ ભારત દ્વારા 31 ડ્રોનની ખરીદી અને જેટ એન્જિનના સંયુક્ત વિકાસમાં આગળ વધવાનું પણ સ્વાગત કર્યું.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, "હું ફરી એકવાર વડા પ્રધાન મોદીનો તેમના નેતૃત્વ, તેમના આતિથ્ય સત્કાર અને G20ની યજમાની માટે આભાર માનવા માંગુ છું. તેમની અને મારી આ વિશે નોંધપાત્ર ચર્ચા થઈ છે કે અમે ગયા જૂનમાં વડાપ્રધાન મોદીની વ્હાઈટ હાઉસ યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને કેવી રીતે મજબૂત કરવાનું ચાલુ રાખીશું."
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસની અનેક વિનંતીઓ છતાં, યુએસ પત્રકારોને શુક્રવારે નવી દિલ્હીમાં મોદી-બાઈડનની દ્વિપક્ષીય બેઠક પછી રાષ્ટ્રપતિ બાઈડન અને વડા પ્રધાન મોદીને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સીએનએનએ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને ટાંકીને કહ્યું કે, "આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાશે, તેથી તે સંદર્ભમાં તે અસામાન્ય છે. આ બાઈડનની સામાન્ય દ્વિપક્ષીય મુલાકાત નથી. ભારતની સામાન્ય દ્વિપક્ષીય યાત્રા નથી, જેમાં બેઠકો વડાપ્રધાન કાર્યાલય અને સમગ્ર કાર્યક્રમમાં થાય છે.''
પીએમ મોદી અને બાઈડન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત બાદ શુક્રવારે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "નેતાઓએ ફરીથી ભાર મૂક્યો હતો કે સ્વતંત્રતા, લોકશાહી, માનવ અધિકાર, સમાવેશ, બહુલતા અને તમામ નાગરિકો માટે સમાન તકના સહિયારા મૂલ્યો આપણી સફળતા માટે મહત્વપૂર્ણ છે. આ તમામ મુદ્દાઓ અને આ મૂલ્યો સંબંધોને મજબૂત બનાવે છે."
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને G20 સમિટ દરમિયાન ભારતમાં કરવામાં આવેલા "મહત્વના વ્યવસાય" વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "અમેરિકા માટે વિશ્વભરના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ પડકારોને ઉકેલવા માટે અમારા વૈશ્વિક નેતૃત્વ અને પ્રતિબદ્ધતા દર્શાવવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી."
જ્યારે, ભારતને યુરોપ, મધ્ય પૂર્વ અને ઇઝરાયેલ સાથે જોડતા આર્થિક કોરિડોર પર, તેમણે કહ્યું, તેઓ પરિવર્તનકારી આર્થિક રોકાણો માટે અસંખ્ય તકો ખોલવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, નવી દિલ્હીમાં જી20 સમિટમાં "યુક્રેનમાં ગેરકાયદેસર યુદ્ધ" પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂરિયાત પર નોંધપાત્ર સર્વસંમતિ હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
