For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, ‘આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ'

જાપાનમાં જી-20ની બેઠક પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ત્રિપક્ષીય બેઠક થઈ.

|
Google Oneindia Gujarati News

જાપાનમાં જી-20ની બેઠક પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ત્રિપક્ષીય બેઠક થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણીની જીત માટે અભિનંદન પાઠવ્યા. ટ્રમ્પે કહ્યુ કે મને શિંજો અને મોદી બંનેને અભિનંદન પાઠવવા જોઈએ કારણકે શિંજોએ પણ જબરદસ્ત જીત મેળવી છે. તમે લોકો તમારા દેશ માટે જબરદસ્ત કામ કરી રહ્યા છો.

આ પણ વાંચોઃ હવે રાતે પણ નહિ બચે દુશ્મન, SFCએ કર્યુ આ મિસાઈલનું સફળ પરીક્ષણઆ પણ વાંચોઃ હવે રાતે પણ નહિ બચે દુશ્મન, SFCએ કર્યુ આ મિસાઈલનું સફળ પરીક્ષણ

આપણે લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધ લોકો

આપણે લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધ લોકો

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે હું તમારો આભારી છુ કે તમે ચૂંટણીમાં જીતના અભિનંદન પાઠવ્યા. જાપાન, અમેરિકા અને ઈન્ડિયાનો અર્થ છે જય, આપણે ત્રણે લોકતંત્રને સમર્પિત દેશ છે. ગઈ વખતે આપણે આર્જેંટીનામાં મળ્યા હતા ત્યારબાદ આજે ફરીથી આપણને મળવાનો મોકો મળ્યો છે. મને વિશ્વાસ છે કે આ બેઠકમાં સાર્થક ચર્ચા થશે. આપણે લોકતંત્રને પ્રતિબદ્ધ લોકો છીએ. આપણે શાંતિ અને સુરક્ષા માટે સમર્પિત લોકો છે. ભારત સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્ર લઈને આગળ વધી રહ્યુ છે.

ચાર વિષયો પર કરશે ચર્ચા

ત્રિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ અમેરિકા સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. અમેરિકા સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે હું ચાર વિષયો પર વાત કરવા ઈચ્છીશ. પીએમ મોદીએ કહ્યુ કે ઈરાન, 5જી, ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધ અને રક્ષા સંબંધ વિશે હું વાત કરવા ઈચ્છીશ.

લોકોને એક કરવાની કાબેલિયત

વળી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આપણે બંને બહુ સારા દોસ્ત છે. આપણા દેશ એકબીજાની આટલા નજીક પહેલા ક્યારેય નહોતા. હું એ પૂરા વિશ્વાસ સાથે કહી શકુ છુ. આપણે બંને મળીને ઘણા ક્ષેત્રોમાં કામ કરીશુ જેમાં સેના પણ શામેલ છે. આપણે આજે ઉદ્યોગ પર પણ વાત કરીશુ. દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યુ કે તે લોકોને એક સાથે લાવવાનું જબરદસ્ત કામ કર્યુ છે. મને યાદ છે કે જ્યારે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા તો ઘણા પક્ષો અલગ અલગ ચૂંટણી એકબીજા સામે લડી રહ્યા હતા પરંતુ હવે એકસાથે છે. આ તમારી જબરદસ્ત કાબેલિયત છે. તમને જણાવી દઈએ કે થોડી વારમાં જી-20ની બેઠકની શરૂઆત થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પહોંચવાનો સિલસિલો ચાલુ છે.

English summary
Japan: Trilateral meeting being held between Japan, India & United States on the sidelines of G20 Summit in Osaka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X