For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિલા અધિકારીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો હકીકત

5 મી મેના રોજ લોકસભાની પાંચમા તબક્કામાં થયેલી ચૂંટણીના દિવસથી એક મહિલા અધિકારીનો ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

5 મી મેના રોજ લોકસભાની પાંચમા તબક્કામાં થયેલી ચૂંટણીના દિવસથી એક મહિલા અધિકારીનો ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચૂંટણી કરાવવા માટે આવેલી આ મહિલા અધિકારીના ઇવીએમ લઈને જતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો ઘણા પ્રકારના દાવા પણ કરવામાં આવ્યા છે. પીળી સાડી પહેરીને અને કાળા ચશ્મા લગાવેલી આ મહિલાને કોઈએ સોશિયલ મીડિયા પર એક મોડેલ જણાવી, તો કોઈએ કહ્યું છે કે તે મિસ જયપુર રહી ચુકી છે. તો ઘણા ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ્સથી એ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે બૂથ પર તેણી હતી ત્યાં 100 ટકા મતદાન થયું છે.

સોશિયલ મીડિયા પરના થયેલા દાવા

સોશિયલ મીડિયા પરના થયેલા દાવા

ફેસબુક પર આ ફોટાઓને શેર કરતા કહેવામાં આવ્યું કે તેનું નામ નલિની સિંહ છે અને તે પહેલા મિસ જયપુર રહી ચુકી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઇએસઆઈની પાસે એક શાળામાં તેમને મુકવામાં આવ્યા હતા અને આ બૂથ પર 100 ટકા મતદાન થયું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે લોકો આ બૂથ પર વોટ આપવા નહિ પરંતુ આ મહિલા કર્મચારીઓને જોવા માટે આવી રહ્યા હતા. આ મહિલા અધિકારીના ઘણા ફોટા ખુબ જ ઝડપી વાયરલ થયા છે.

આ મહિલા કોણ છે

આ મહિલા કોણ છે

તેમનું નામ નલિની સિંહ નથી, જેમ કે સોશિયલ મીડિયા પર ચર્ચા છે અને ન તો તે જયપુરના ફોટા છે. આ ફોટો લખનઉમાં લેવામાં આવ્યો છે. ઇવીએમ લઈને જતી આ મહિલા અધિકારી લખનઉના પીડબ્લ્યુડી વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કરે છે અને તેમનું સાચું નામ રીના દ્વિવેદી છે. 5 મેના મતદાનના એક દિવસ પહેલા સાંજે તે તેના બૂથ પર જઈ રહી હતી, ત્યારે તેમનો આ ફોટો લેવામાં આવ્યો હતો.

પત્રકારે ફોટો લીધો અને થઇ ગયો વાયરલ

પત્રકારે ફોટો લીધો અને થઇ ગયો વાયરલ

આ ફોટો 5 મેના મતદાનના પાંચમા તબક્કાના દિવસના એક દિવસ પહેલાનો છે. ઇવીએમ મશીન લઈને જઈ રહેલી પીડબ્લ્યુડીમાં અધિકારી આ મહિલાનો ફોટો પત્રકાર શુભમ બંસલ દ્વારા લેવામાં આવ્યો હતો. જે જોત જોતામાં વાયરલ થઇ ગયો. એ પણ જણાવી દઈએ કે તેઓ જે બૂથ પર હતા ત્યાં 100 ટકા નહિ 70 ટકા મતદાન થયું હતું.

English summary
Lok Sabha Elections 2019 who is polling officer lady in yellow sari viral social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X