Lok Sabha Elections 2024: નાગપુરથી બસપા સુપ્રીમો માયાવતીનો ચૂંટણી હુંકાર, ભાજપ પર કર્યો જોરદાર પ્રહાર

BSP Mayawati Nagpur Rally: લોકસભા ચૂંટણી 2024ના રાજકીય વાતાવરણ વચ્ચે હવે બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ પણ બ્યુગલ ફૂંકી દીદુ છે. બસપા સુપ્રીમો માયાવતીએ ઈદના અવસર પર ભાજપના ગઢ નાગપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

માયાવતીએ ગુરુવારે સાંજે નાગપુરના ઇન્દોરાના બેજનબાગથી લોકસભા ચૂંટણી માટે તેમની પ્રથમ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપને જાતિવાદી, મૂડીવાદી અને સાંપ્રદાયિક પાર્ટી ગણાવી હતી.

mayawati

પોતાના ભાષણમાં BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ખોટી કાર્યશૈલીના કારણે કોંગ્રેસ ધીરે ધીરે દેશમાં અને પછી અન્ય રાજ્યોમાં સત્તામાંથી બહાર થઈ ગઈ અને અમારે BSP બનાવવી પડી. હવે ભાજપ પણ એવું જ કરી રહ્યું છે અને તેને પણ આ ચૂંટણીમાં પરિણામ ભોગવવા પડશે.

ભાજપ પર જોરદાર પ્રહારો કરતાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ભાજપ જાતિવાદી, મૂડીવાદી, સાંપ્રદાયિક અને સંકુચિત મનની પાર્ટી છે. જે રીતે કોંગ્રેસ સત્તામાંથી ગઈ તે જ રીતે તેઓ પણ જશે. કેન્દ્રની ભાજપ સરકાર પર શબ્દો અને કાર્યોમાં તફાવત દર્શાવતા માયાવતીએ કહ્યું કે આ સરકાર પણ આસાનીથી સત્તામાં આવવાની નથી.

આ સાથે માયાવતીએ ઈવીએમનો મુદ્દો પણ ઉઠાવીને ભાજપને ઘેરી લીધું હતું. રેલીમાં બસપા પ્રમુખ માયાવતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મંડલ કમિશનના રિપોર્ટને લાગુ કર્યો નથી. બસપાના સંઘર્ષને કારણે જ તેનો અમલ કરવામાં આવ્યો હતો. મંડલ કમિશન માટે બસપાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X