Lok Sabha Elections 2024 : કેમ યુપીમાં ખરાબ રીતે હારી બીજેપી? RSS ના સમીક્ષા રિપોર્ટમાં ખુલાસો

Lok Sabha Elections 2024 : લોકશાહી વિરોધી નીતિઓને કારણે લોકસભામાં ખરાબ રીતે હારેલી બીજેપી ઉત્તર પ્રદેશમાં ખરાબ સ્થિતીને લઈને સતત સમિક્ષા કરી રહી છે.

આ સમિક્ષા વચ્ચે આરએસએસ પણ પોતાના લેવલે સતત સમિક્ષા કરી રહ્યું છે. હવે આ સમિક્ષામાં બીજેપીની હાર પાછળના કારણનો ખુલાસો થયો છે.

Lok Sabha Elections 2024

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીની હારે ઘણા સવાલો ઉભા કર્યા છે. હવે આરએસએસથી લઈને ભાજપ સુધીના રિવ્યુ રિપોર્ટ્સમાં ઘણા કારણો સામે આવ્યા છે.

સૂત્રો અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના ગઠબંધનથી ભાજપની દલિતો અને પછાત વર્ગોની વોટબેંકમાં ગાબડું પડ્યુ છે. આ ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારનું કારણ છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, RSS દ્વારા આયોજિત એક બેઠકમાં ભાજપની હાર પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં RSS મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ પણ ભાગ લીધો હતો.

આ બેઠકમાં ભાજપની ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આરએસએસે કહ્યું કે તે માને છે કે ભાજપની બેઠકોમાં ઘટાડો થવાનું કારણ બેરોજગારી અને પેપર લીકને લઈને યુવાનોમાં વધતો ગુસ્સો છે.

બીજી તરફ સંઘે હવે રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરવાનો અને દલિતો અને પછાત વર્ગો સુધી પહોંચવાનો નિર્ણય લીધો છે. આરએસએસએ કહ્યું છે કે, યુપીમાં ભાજપની હારનું મુખ્ય કારણ સપા-કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત ગઠબંધન દ્વારા દલિતો અને પછાત વર્ગોની વોટ બેંકમાં ભંગ છે.

બીજી તરફ ભાજપ દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં સામે આવ્યું છે કે, બંધારણ બદલવાના નિવેદનને કારણે પાર્ટીને ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. અયોધ્યાના પૂર્વ બીજેપી સાંસદ લલ્લુ સિંહ સહિત અનેક નેતાઓ દ્વારા બંધારણ બદલવાને લઈને આપવામાં આવેલા નિવેદનો પાર્ટીને ભારે પડ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X