Lok sabha security breach: સંસદની ગરિમા પર હુમલો કરનાર શખ્સને સાંસદોએ ચખાડ્યો મેથીપાક
Lok sabha security breach: 13 ડિસેમ્બરના રોજ બે યુવકો લોકસભામાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. પ્રશ્નકાળ દરમિયાન બંને યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં ઉતર્યા અને તેમાંથી એક સ્પીકરની ખુરશી તરફ જવા લાગ્યો હતો.
જ્યારે આ ઘુષણખોર યુવાન વેલ પાસે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં હાજર સાંસદોએ તેને દબોચી લીધો અને ખૂબ માર માર્યો હતો. બીજા યુવક પાસે ગેસનું ડબલું હોવાનું કહેવાય છે, જેમાંથી તેણે પીળો ગેસ છોડ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, લોકસભા સાંસદ પકડાયેલા યુવક પર મુક્કાઓનો વરસાદ કરી રહ્યા છે. આ પછી કેટલાક સાંસદો તેમને વાળ અને હાથથી પકડીને બહાર લઈ જઈ રહ્યા છે. આ ઘટના બાદ બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, લોકસભા તેના સ્તરે સંપૂર્ણ તપાસ કરી રહી છે, અને તેણે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ પણ આપી છે.
બીજા યુવકને પકડનાર સાંસદે શું કહ્યું? - કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઓજલાએ જણાવ્યું હતું કે, એક યુવક સ્પીકર તરફ આગળ વધી રહ્યો હતો અને અવાજ કરી રહ્યો હતો. જ્યારે તે (હનુમાન) બેનીવાલ પાસે પહોંચ્યો, ત્યારે તેણે તેને પકડી લીધો હતો.
ગુરજીત સિંહ ઓજલાએ જણાવ્યું હતું કે, અન્ય યુવક પાસે ગેસનું ડબલું હતું, જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. તેઓએ યુવક પાસેથી ડબ્બો છીનવીને બહાર ફેંકી દીધો હતો. થોડી વાર પછી બધાએ આવીને યુવકને સુરક્ષા જવાનોને સોંપ્યો હતો.
संसद में @hanumanbeniwal ने पहले पकड़ा और फिर की धुलाई।#Rajasthan pic.twitter.com/E2NVXCh1xc
— Vaibhav Purohit (@purohitvaibhav) December 13, 2023












Click it and Unblock the Notifications
