For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Opinion Poll: સીએમ તરીકે નીતિશ કુમાર પહેલી પસંદ, પરંતુ તેજસ્વી પણ નજીક

Bihar Opinion Poll: સીએમ તરીકે નીતિશ કુમાર પહેલી પસંદ, પરંતુ તેજસ્વી પણ નજીક

|
Google Oneindia Gujarati News

બિહારમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે લૉકનીતિ-સીએસડીએસસે ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. આ સર્વેમાં 37 વિધાનસભા સીટના 148 બૂથને કવર કરવામા આવ્યા જેમાંથી 3731 લોકો સાથે વાત કરવામાં આવી. આ સર્વે 10થી 17 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો જેમાં 60 ટકા પુરુષો અને 40 ટકા મહિલા મતદાતા સાથે વાત કરવામાં આવી.

opinion poll

પુષ્ટભૂમિની વાત કરીએ તો 90 ટકા સેમ્પલ ગ્રામીણ વિસ્તારોથી અને 10 ટકા શહેરી વિસ્તારોના લોકો સાથે વાત કરવામા આવી. જેમાં હરેક આયુવર્ગના લોકો સામેલ હતા. 18થી 25 વર્ષ સુધીના 14 ટકા, 26થી 35 વર્ષ સુધીના 29 ટકા, 36થી 45 વર્ષ સુધીના 15 ટકા, 46થી 55 વર્ષ સુધીના 15 ટકા અને 56 વર્ષથી વધુના 17 ટકા લોકો સામેલ હતા. આ સર્વેમાં 16 ટકા સવર્ણ, 51 ટકા ઓબીસી, 18 ટકા એસસી અને 14 ટકા મુસ્લિમ સામેલ રહ્યા.

એનડીએમાં ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યૂનાઈટેડ, એચએએમ અને વીઆઈપી સામેલ છે, જ્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, સીપીઆઈએમએલ, સીપીઆઈ, સીપીએમ છે. આ ઉપરાંત ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ, સમાજવાદી જનતા દળ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, જનતાંત્રિક પાર્ટી સોશિયાલિસ્ટનું ગઠબંધન છે.

અમિત શાહે માન્યુ સુશાંત સિંહ હશે બિહાર ચૂંટણીનો મુદ્દોઅમિત શાહે માન્યુ સુશાંત સિંહ હશે બિહાર ચૂંટણીનો મુદ્દો

સર્વેમાં 52 ટકા લોકો નીતિશ સરકારના કામથી સંતુષ્ટ છે. જ્યારે 44 ટકા લોકો અસંતુષ્ટ છે. અને 61 ટકા લોકો મોદી સરકારના કામથી ખુશ જોવા મળી રહ્યા છે તો 35 ટકા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

સર્વેમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર લોકોની પહેલી પસંદ રહ્યા. 31 ટકા લોકોની પસંદ સાથે તેઓ પહેલા નંબરે છે જ્યારે આરજેડીના નેતા તેજસ્વી યાદવ 27 ટકા લોકોની પસંદ સાથે બીજા નંબરે અને એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાન 5 ટકા સાથે ત્રીજા નંબરે અને ભાજપના સુશીલ મોદી 4 ટકા લોકોની પસંદ સાથે ચોથા સ્થાન પર છે.

English summary
lokniti-csds opinion poll survey for bihar assembly election, nitish kumar is first choise as cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X