રાજ્યસભા બાદ આજે લોકસભામાં રજૂ કરાશે લોકપાલ બિલ

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: ભ્રષ્ટાચારની વિરુદ્ધ લોકપાલનું સપનું સાકાર થવાની અણી પર છે. મંગળવારે રાજ્યસભામાં પાસ થયા બાદ આ બિલ હવે બૂધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. મંગળવાર બિલ પાસ થયા બાદ અણ્ણા હઝારેએ તમામ પાર્ટીઓને અભિનંદન કહ્યું હતું અને જણાવ્યું હતું કે લોકસભામાં બિલ પાસ થઇ ગયા બાદ તેઓ પોતાનું અનશન છોડી દેશે. પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હઝારેના અનશનનો આજે નવમો દિસ છે.

ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ સખત પ્રાવધાનો વાળા બહુચર્ચિત લોકપાલ બિલને ભાજપા અને વામ સહિત મોટાભાગના દળોએ સમર્થન આપીને મંગળવારે રાજ્ય સભામાં ધ્વનિમતથી પાસ કરી દીધું.

લોકપાલ અને લોકાયુક્ત બિલ, 2011 બે વર્ષથી ઉપલા ગૃહમાં પેન્ડીંગ પડ્યું હતું અને લગભગ પાંચ કલાકની ચર્ચા બાદ તેને ધ્વનિમતથી પાસ કરી દેવામાં આવ્યું. સપાએ જોકે આ બિલને દેશ વિરોધી ગણાવ્યું હતું અને ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

વડાપ્રદાન પદ પણ આ બિલ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. રાજ્ય સભાએ બિલ પર તમામ સરકારી સંશોધનોને ધ્વનિમતથી સ્વીકાર કરી લીધો છે. જ્યારે વામદળના સભ્યો દ્વારા લાવવામાં આવેલા સંશોધનને મત વિભાજનમાં રદ કરી દેવામાં આવ્યા.

lok sabha
ઉલ્લેખનીય છે કે સમાજસેવક અણ્ણા હઝારે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં લોકપાલ વિધેયક પાસ કરાવવા માટે અનશન કરી રહ્યા છે. તેમણે હાલના સરકારી લોકપાલ બિલને પૂરજોરમાં સમર્થન આપ્યું છે. હઝારે એ પણ જાહેરાત કરી ચૂક્યા છે કે હાલનું લોકપાલ બિલ રાજ્યસભામાં પાસ થઇ ગયું છે હવે તે લોકસભામાં પાસ થઇ જશે એટલે હું અનશન તોડી દઇશ. જોકે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ બિલને જોકપાલ બિલ ગણાવી તેનો અસ્વીકાર કર્યો હતો.

લોકપાલ અને લોકાયુક્ત વિધેયકને વર્ષ 2011માં લોકસભાની મંજૂરી મળી ગઇ હતી. પરંતુ રાજ્યસભા દ્વારા તેને ગયા વર્ષે મેમાં પ્રવર સમિતિની પાસે મોકલી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીની અધ્યક્ષતામાં પ્રવર સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X