2018માં લોકસભાની ચૂંટણી કરાવી શકે છે મોદી સરકાર, કેમ કે...

Posted By:
Subscribe to Oneindia News

મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ તેમને બધાથી હટકે રહેવું ગમતું હતું અને હાલ કેન્દ્રમાં છે ત્યારે પણ નવતર પ્રયોગો કરીને તે હટકે રહેવાના તમામ પ્રયાસો કરે છે. તે પછી બજેટ વહેલી કરવાની વાત હોય કે નાણાંકીય વર્ષની તારીખ બદલાવું હવે આ તમામની વચ્ચે એવી પણ જાણકારી મળી છે કે મોદી સરકાર રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ કરવાનું વિચારી રહી છે.ઉલ્લેખનીય છે કે પહેલા પણ મોદી સરકાર દ્વારા સરકારી સ્તરે બન્ને ચૂંટણી સાથે કરવાનો નવતર વિચારને પસંદ કરવામાં આવ્યો હતો. તેવામાં 2018માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી નવેમ્બર અને ડિસેમ્બરમાં સાથે જ કરવામાં આવે તેવી સંભાવનાઓ વધી રહી છે.

આવનાર વર્ષમાં થશે ચૂંટણી?

આવનાર વર્ષમાં થશે ચૂંટણી?

આવનારા વર્ષમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને કર્ણાટકમાં ચૂંટણી છે. ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લાંબા સમયથી બન્ને ચૂંટણીઓ સાથે કરવાના પક્ષમાં છે. આમ કરવાથી ચૂંટણીમાં થતા ખર્ચ અને ચૂંટણી પંચનું કામકાજ ઓછું થશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચૂંટણી વખતે આપવામાં આવી સુરક્ષા વ્યવસ્થાના કારણે જ દેશના ખજાનાની મોટી રકમ ખર્ચ થાય છે. અને આવા તો અનેક ખર્ચા છે જે આ બન્ને ચૂંટણી સાથે કરવાથી ઓછા થઇ શકે છે.

સરકાર લઇ રહી છે સલાહ

સરકાર લઇ રહી છે સલાહ

ઉલ્લેખનીય છે કે નોટબંધી અને તે પછી આવેલી મુશ્કેલીઓના કારણે હવે સરકાર આવા મોટા પગલાને લેતા પહેલા તેના તમામ પાસા ચકાસી લેવા માંગે છે. જેથી પહેલાની ભૂલોમાંથી શીખી નવી ભૂલોમાં ઉમેરા ના થાય. માટે જ તે આ અંગે જાણકારોની સલાહ લઇ રહી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખબર મુજબ આ વાતના રાજનૈતિક દબાણને જોતા લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપ સમેત અનેક સચિવોની રાય મોદી સરકાર તરફથી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પીએમ મોદી પોતે કહી ચૂક્યા છે કે ચૂંટણી થવાથી ખાલી સરકારી કામકાજ પર અસર નથી પડતું સાથે જ દેશનો આર્થિક ભાર પણ વધે છે.

સહમતિ બની તો

સહમતિ બની તો

જો કે આ વાત પણ સહમતિ બની તો તેલંગાના, આંધ્રપ્રદેશ અને ઓડિસ્સામાં પણ લોકસભાની ચૂંટણી એક સાથે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ એપ્રિલ 2019 સુધી છે.

ચૂંટણી પ્રસાર

ચૂંટણી પ્રસાર

જો કે સાથે જ ચૂંટણી થવાના પણ અનેક ફાયદા અને નુક્શાન છે. જો કે રાજનૈતિક પાર્ટી એક વાત સારી તે રહેશે કે બન્ને ચૂંટણી સાથે થવાથી ચૂંટણી પ્રચાર માટે તેમણે બે વાર નહીં આવવું પડે. આમ પણ ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની મોદી અને રાહુલ ગાંધીને તો બોલવવા જ પડે છે!

English summary
Loksabha and assembly elections can be conducted together in 2018

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.