For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ભારે વરસાદને કારણે લંડન-મુંબઈ ફ્લાઈટ અમદાવાદ તરફ ડાઈવર્ટ

મુંબઈમાં ચોમાસાએ વિધિવત પ્રારંભ કરી દીધો છે. કાલ રાતથી જ અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે લંડનથી મુંબઈ આવી રહેલ જેટ એરવેઝની ફ્લાઈટ નંબર 9W-117 ને ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ચોમાસાએ વિધિવત પ્રારંભ કરી દીધો છે. કાલ રાતથી જ અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે લંડનથી મુંબઈ આવી રહેલ જેટ એરવેઝની ફ્લાઈટ નંબર 9W-117 ને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લગભગ 1 વાગે લેન્ડ કરશે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે મુંબઈમાં 9 જૂન અને 10 જૂને ઝડપી પવન સાથે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે.

jet airways

આગામી 6 દિવસ કોંકણ વિસ્તારમાં સતત વરસાદનું અનુમાન છે. પૂર્વાનુમાન અનુસાર રત્નાગિરી અને સિંધુદૂર્ગ જિલ્લાઓમાં આજે (7 જૂન) અને 8 જૂનના રોજ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રત્નાગિરી, સિંધુદૂર્ગ, મુંબઈ, ઠાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓમાં 9 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે જ્યારે દસ અને અગિયાર જૂને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સહિત કોંકણ ક્ષેત્રના છ જિલ્લાઓમાં આ પ્રકારના હવામાનનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યુ છે.

English summary
9W-117 Jet airways London-Mumbai flight diverted to Ahmedabad airport due to heavy rain in Mumbai. It will make a landing around 1 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X