ભારતના આ PMએ સૌથી ટૂંકું અને સૌથી લાંબું ભાષણ આપ્યું છે!

Posted By:
Subscribe to Oneindia News

ભારતની આઝાદીને આજે 70 વર્ષ પૂર્ણ થયા છે. 15મી ઓગસ્ટના રોજ ભારતના વડાપ્રધાન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી ભાષણ આપવાની પ્રથા છે. જે પાછલા 70 વર્ષોથી ચાલતી આવી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલા નહેરુએ સૌથી પ્રથમ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાષણ આપ્યું હતું. જે બાદ આવનારા વડાપ્રધાનો પણ દર વર્ષે આ પ્રથાને આગળ વધારી રહ્યા છે. ત્યારે શું તમને ખબર છે કે ભારતના કયા વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ પર અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે અને કોણે સૌથી ટૂંકું?

modi

સામાન્ય રીતે વડાપ્રધાનને 30 થી 45 મિનિટનું ભાષણ આપવાનો અવસર મળે છે. પણ ધણીવાર તે લંબાઇ પણ જતું હોય છે. ખાસ કરીને ત્યારે ભાષણ આપનાર વડાપ્રધાન મોદી હોય. પીએમ નરેન્દ્ર મોદીને વર્ષે 2016માં 94 મિનિટનું ભાષણ આપ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ માનવામાં આવે છે. આ પહેલા એટલે કે વર્ષ 2015માં પણ તેમણે 86 મિનિટનું ભાષણ આપ્યું હતું. અને તેના બીજા જ વર્ષે પોતાનો જ રેકોર્ડ તેમણે તોડ્યો હતો. જો કે આ વર્ષે તેમણે ખાલી 56 મિનિટનું જ ભાષણ આપ્યું છે.

nehru

જો કે તમે માની નહીં શકો પણ સૌથી ટૂંકી ભાષણ આપવાનો ખિતાબ પણ ભાજપ સરકાર પાસે જ જાય છે. અટલ બિહારી વાજપાઇએ 2002માં ખાલી 30 મિનિટનું ભાષણ આપ્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ છે. જો કે તમે માનતા હોવ કે ખાલી નરેન્દ્ર મોદી જ લાંબા ભાષણો આપે છે તો તમને જણાવી દઇએ કે જવાહર લાલ નહેરુએ પણ વર્ષ 1947માં 72 મિનિટનું ભાષણ આપ્યું હતું. અને આ ભાષણને આજે પણ યાદ કરવામાં આવે છે. વળી ઓછું બોલતા વડાપ્રધાનના લિસ્ટમાં આવતા મનમોહન સિંહ પણ વર્ષ 2005માં 50 મિનિટનું ભાષણ આપ્યું છે. વધુમાં નરેન્દ્ર મોદી જ્યારથી ભારતના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે જેટલા સ્વતંત્રતા દિવસના ભાષણ આપ્યા છે તેમાંથી 2017નું ભાષણ એટલે કે આ વર્ષનું ભાષણ તેમનું સૌથી ટૂંકું ભાષણ રહ્યું છે. જે 56 મિનિટનું હતું.

English summary
Prime Minister Narendra Modi made a 56 minute speech from the Red Fort on the occasion of Independence Day. Read here the longest and shortest speeches by PM on Independence Day

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.