For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા સામે લુક આઉટ નોટીસ, પાયલટ સહિત ક્રુને સમન

નવી દિલ્હી : ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા યાત્રી પર સખત કાર્યવાહી કરાઈ છે. આ યાત્રી સામે લુકઆઉટ નોટીસ જારી કરાઈ છે. ઘટનાને લઈને દિલ્હી પોલીસ પણ સખ્ત જોવા મળી રહી છે અને પાયલટ સહિત તમામ ક્રુ મેમ્બરને સમન કરાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા યાત્રી પર સખત કાર્યવાહી કરાઈ છે. આ યાત્રી સામે લુકઆઉટ નોટીસ જારી કરાઈ છે. ઘટનાને લઈને દિલ્હી પોલીસ પણ સખ્ત જોવા મળી રહી છે અને પાયલટ સહિત તમામ ક્રુ મેમ્બરને સમન કરાયા છે.

Air India

ઘટનાને લઈને વિવાદ વધી રહ્યો છે ત્યારે હવે તમામ બાજુઓએથી કાર્યવાહી કરાઈ રહી છે. 26 નવેમ્બરે અમેરિકાથી ભારત આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યાત્રીએ નશાની હાલતમાં એક મહિલા યાત્રી પર પેશાબ કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હલે પોલીસ પણ એક્શનમાં આવી છે.

ઘટનાને લઈને એર ઈન્ડિયાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સિવાય એર ઇન્ડિયાએ પણ એક ઇન્ટરનલ કમિટી બનાવી હતી. હવે કમિટીએ પેશાબ કરનાર યાત્રી સામે કાર્યવાહી કરી છે અને તેને નો ફ્લાય લિસ્ટમાં મૂકી 30 દિવસ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે.

સતત કાર્યવાહી થઈ છે ત્યારે હવે તેની સામે લૂક આઉટ નોટિસ જારી કરાઈ છે અને દિલ્હી પોલીસે પાયલટ સહિતના ક્રુ ને તલબ કર્યા છે.
લૂક આઉટ નોટિસ બાદ હવે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. સૂત્રો મુજબ તેનું છેલ્લું લોકેશન બેંગ્લોર આસપાસ મળ્યું છે. આ યાત્રીની ઉમર 70 વર્ષ આસપાસ હોવાનું જણાવાઇ રહ્યું છે અને પોલીસ સતત તેને પકડવા કાર્યવાહી કરી રહી છે.

English summary
Look out notice against those who urinate on women in flight, Summon the crew including the pilot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X