For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાતી મહારાજ આશ્રમમાંથી ફરાર, લુકઆઉટ નોટિસ જારી

શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધાનના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધાનના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીડિતાને લઈને ફતેહપુર બેરી સ્થિત શનિધાન આશ્રમ પહોંચી હતી. દિલ્હીની સાકેત કોર્ટે શનિધામ આશ્રમની તલાશી માટે વોરન્ટ પણ જારી કરી દીધુ હતુ. બીજી તરફ દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલિસને નોટિસ જારી કરીને પૂછ્યુ કે હજુ સુધી દાતી મહારાજની ધરપકડ કેમ કરવામાં આવી નથી. આના જવાબમાં દિલ્હી પોલિસને 48 કલાકની મહેતલ આપવામાં આવી હતી.

બળાત્કારનો આરોપી દાતી મહારાજ ફરાર

બળાત્કારનો આરોપી દાતી મહારાજ ફરાર

દિલ્હીમાં બળાત્કારના આરોપ બાદ કેસ ફાઈલ કરી દેવામાં આવ્યો છે. દાતી મહારાજ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દાતી મહારાજના આશ્રમ પર પોલિસની ટીમે છાપો માર્યો પરંતુ પોલિસને સફળતા મળી નહિ. બળાત્કારનો આરોપી દાતી મહારાજ ફરાર બતાવવામાં આવી રહ્યો છે. પોલિસ દ્વારા દાતી મહારાજની શોધ ચાલુ છે પરંતુ હજુ સુધી પોલિસને અપેક્ષિત સફળતા મળી નથી.

યુવતીએ દાતી મહારાજ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

યુવતીએ દાતી મહારાજ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર થઈ ગયેલા સ્વયંભૂ બાબા દાતી મહારાજ મીડિયા સામે આવ્યા હતા. દાતી મહારાજે કહ્યુ હતુ કે આરોપ લગાવનાર યુવતી મારી દીકરી જેવી છે અને તે એને બદનામ નહિ થવા દે. દાતી મહારાજે એ પણ કહ્યુ કે તે મહિલાઓનું સમ્માન કરે છે અને કરતા રહેશે. દાતી મહારાજે કહ્યુ હતુ કે જો તેમની ભૂલ છે તો પોલિસ તપાસ કરશે અને તપાસમાં સહયોગ માટે તે સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનની 30 વર્ષીય યુવતીએ બાબા દાતી મહારાજ અને તેમના ચેલાઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

દાતી સામે દિલ્હીમાં ફાઈલ થયો કેસ

દાતી સામે દિલ્હીમાં ફાઈલ થયો કેસ

દાતી મદન મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું બુધવારે દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યુ હતુ. ફતેહપુર બેરીમાં શનિધામના સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમના પર એક શિષ્યાએ આ આરોપ લગાવ્યો છે. દાતી મહારાજ સામે દિલ્હીમાં આઈપીસીની ધારા 376, 377, 354 અને 34 હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

English summary
lookout notice issued against daati maharaj in rape case against him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X