For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીષણ ગરમીથી મળશે રાહત, પ્રી-મોન્સુને પકડી ગતિ, આ રાજ્યોમાં વરસાદના અણસાર

આ વર્ષે પણ ગરમી રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. મંગળવારે રાજસ્થાનના ચૂરુમાં સર્વાધિક તાપમાન 50 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

આ વર્ષે પણ ગરમી રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. મંગળવારે રાજસ્થાનના ચૂરુમાં સર્વાધિક તાપમાન 50 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ હતુ. આ રીતે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં ગરમીનો કહેર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં લો પ્રેશર બનવુ શરૂ થઈ ગયુ છે. એવામાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનુ અનુમાન છે. વળી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભીષણ ગરમીથી રાહત અપાવશે. આ સાથે ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.

પ્રી-મોન્સુનને મળશે ગતિ

પ્રી-મોન્સુનને મળશે ગતિ

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં બે લો પ્રેશન એરિયા શુક્રવારે બની શકે છે. જેમાં એક દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય ભાગમાં છે જ્યારે બીજો પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. આ લો પ્રેશર એરિયા પ્રી મોનસુન એરિયા પ્રી મોનસુનને વધુ ગતિ આપશે. આ સાથે જ કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ સમુદ્રમાં ગુરુવાર રાતથી બધી ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે. સાથે જ જે માછીમારો સમુદ્રમાં છે તેમને પણ પાછા આવવા માટે કહેવામાં આવ્યુ છે. હવામાન વિભાગે માછીમારોને 31 મેથી 4 જૂન સુધી સમુદ્રમાં નહિ જવાની સલાહ આપી છે.

યલો એલર્ટ જારી

યલો એલર્ટ જારી

વળી, હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય કેરળમાં આગલા ચાર દિવસો માટે યલો એલર્ટ જારી કર્યુ છે. આ સાથે જ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિઝનમમાં અરબ સાગરની ઉપર આ પહેલુ ઓછા દબાણવાળુ ક્ષેત્ર હશે. કેરળ ઉપરાંંત 30-31 મેના રોજ કર્ણાટક અને તેલંગાનામાં પણ વરસાદની સંભાવના છે. વળી, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આ સપ્તાહે વરસાદની આશા નથી.

ઉત્તર ભારતમાં પણ ગરમીથી રાહત

ઉત્તર ભારતમાં પણ ગરમીથી રાહત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 28મેના રોજ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરની આસપાસ પહોંચશે. ત્યારબાદ પહાડી ક્ષેત્રોમાં વરસાદનુ અનુમાન છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર પાસે પંજાબ અને હરિયાણામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ રાજસ્થાન અને દિલ્લીમાં પણ ભારે પવન સાથે વરસાદ થશે. ઉત્તર પ્રદેશમાં પણ હળવા વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ રીતે 28 મેથી મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદ થશે. આ સાથે જ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ગરમીથી રાહત મળવાની આશા છે.

ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Videoભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video

English summary
low pressure area created in arabian sea, rainfall warning in many states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X