જાણો : LPGની કિંમતોએ કેટલા ભારતીયોને દઝાડ્યા!

નવી દિલ્હી, 7 ઑક્ટોબર : ગેસ સિલિન્ડર વિતરકોનું કમીશન વધારવાના નિર્ણય બાદ રાંધણગેસના ભાવમાં 11.42 રૂપિયા પ્રતિ સિલિન્ડરે વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં સબસીડીવાળા સિલેન્ડરના ભાવ 410.42 રૂપિયા થઇ જશે. તો બીજી તરફ એલપીજી ડીલરોનું કમીશન 25.83 રૂપિયાને વધારીને 37.25 કરવામાં આવ્યું છે. ડીલરોનું કમીશન વધારવાનો નિર્ણય પેટ્રોલિયમ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો છે. ડીલરનું કમીશન વધારવા નિર્ણય બાદ દિલ્હીમાં 399 રૂપિયામાં મળનાર સબસીડીવાળો ગેસ સિલિન્ડર 410.42 રૂપિયાનો થઇ જશે.

lpg price chart

એક મહિનામાં છ સિલિન્ડરની મર્યાદા કરવામાં આવેલા સરકારના નિર્ણય બાદ ફરી એકવાર સરકારે ડીલરોનું કમીશન વધારવાનો અઘરો નિર્ણય કર્યો છે. ડીલરોનું કમીશન વધવાથી બજાર ભાવે મળતાં એલપીજી સિલિન્ડરમાં 12.17 રૂપિયા મોંઘો થઇ ગયો છે. જેની પર ડીલરોનું કમીશન 38 રૂપિયા વધારી દિધું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. પેટ્રોલિયમ મંત્રાલય તેના ડીલરોનું કમીશન વધારવા અંગે વિચારી રહ્યું છે. પેટ્રોલ પર 23 પૈસા અને ડીઝલ પર 10 પૈસા પ્રતિ લીટર વધારવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X