કોંગ્રેસનો મોંઘવારી બોમ્બઃ LPG સિલિન્ડર 4 રૂ. મોંઘો
નવી દિલ્હી, 10 ડિસેમ્બરઃ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ કોંગ્રેસે જ્યારે સમીક્ષા કરી તો એ સામે આવ્યું કે મોંઘવારીના કારણે તેમનો પરાજય થયો છે. લોકોને આશા હતી કે સમીક્ષા બાદ કોંગ્રેસ મોંઘવારીને કાબૂમાં લેશે પરંતુ તેવું થયું નથી. ચૂંટણી પરિણામના બે દિવસ બાદ કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે આમ જનતાના માથે મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે અને જોરદાર ઝાટકો આપતા સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ સરકારે ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ઓઇલ કંપનીઓએ 30 નવેમ્બરે ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો. ડીઝલના ભાવ જાન્યુઆરી બાદ 11મી વખત વધ્યા છે.












Click it and Unblock the Notifications
