Ltte Leader Prabhakaran : LTTE નેતા પ્રભાકર જીવિત છે, તામિલ નેતાના ખુલાસાથી ખળભળાટ

LTTE Leader Prabhakaran : વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ પાઝા નેદુમારને જણાવ્યું છે કે, મને એ જણાવતા આનંદ થાય છે કે, અમારા તમિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે અને તે ઠીક છે.

Ltte Leader Prabhakaran : તામિલ નેતા LTTE પ્રમુખ વેલુપિલ્લાઇ પ્રભાકરન અંગે તામિલ નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વર્લ્ડ તામિલ ફેડરેશનના અધ્યક્ષ પાઝા નેદુમારને જણાવ્યું હતું કે, મને આ જણાવતા આનંદ થાય છે કે, આપણા તામિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે અને તેમને ઠીક છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં, યોગ્ય સમયે પ્રભાકરન દુનિયાની સમક્ષ આવશે.

Prabhakar

નેદુમારને જણાવ્યું હતું કે, મને આશા છે કે, આ સમાચાર LTTE ચીફ વિશે ફેલાયેલી અટકળોનો અંત લાવી દેશે. આ સાથે નેદુમારને વધુમાં જણાવ્યું હતું કે, ઉલ્લેખનીય છે કે, તેઓ ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્વના તમામ તમિલ લોકોએ એક થવું જોઈએ અને તેને સમર્થન આપવું જોઈએ.

2009માં થઈ હતી પ્રભાકરનની હત્યા

21 મે, 2009ના રોજ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) ના સ્થાપક વેલુપિલ્લઈ પ્રભાકરનને શ્રીલંકાના સૈન્ય દ્વારા ફાંસી આપવામાં આવી હતી. આ સાથે શ્રીલંકાના જાફના વિસ્તારને LTTEના આતંકમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રભાકરન માર્યા ગયા પછી, LTTEએ શરણાગતિની જાહેરાત કરી અને તેની બંદૂકોને શાંત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X