For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર્દી કરતો રહ્યો પરિવાર સાથે વીડિયો ચેટ, ડૉક્ટરોએ કર્યુ બ્રેન ટ્યુમરનું ઑપરેશન

લખનઉની અપોલોમેડિક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેભાન કર્યા વિના બ્રેઈન ટ્યુમરનું ઑપરેશન કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

લખનઉની અપોલોમેડિક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેભાન કર્યા વિના બ્રેઈન ટ્યુમરનું ઑપરેશન કરવામાં આવ્યુ. એટલુ જ નહિ આ દરમિયાન દર્દી પરિવાર સાથે વીડિયો ચેટ કરતો રહ્યો અને ડૉક્ટર તેનુ ઑપરેશન કરતા રહ્યા. 20 વર્ષના દર્દી સચિનના વીડિયો પર પરિવાર સાથે વાત કરતા રહેવાથી ઑપરેશનનો તણાવ અને ડરથી દૂર રહેવામાં મદદ મળી.

doctor

આ સર્જરી કરનાર ન્યૂરોસર્જન ડૉ. રવિશંકરે જણાવ્યુ કે આ સર્જરીમાં દર્દીને બેભાન કરવાની કોઈ જરૂર હોતી નથી. તે ડરે નહિ અને તણાવ ના લે તેનુ ધ્યાન રાખવાનું હોય છે. આ ઑપરેશન દરમિયાન દર્દી સચિન પરિવારના લોકો સાથે વાત કરતો રહ્યો અને પોતાના ભવિષ્ય વિશે તેણે ઘણી વાતો કરી. ઑપરેશન કરનાર ટીમે જણાવ્યુ કે આ ઑપરેશન 4 કલાક ચાલ્યુ.

પેશન્ટ પરિવાર સાથે વાતચીત કરતો રહ્યો અને તેણે અહેસાસ પણ ન થયો કે ક્યારે તેનુ ઑપરેશન પૂરુ થઈ ગયુ. દર્દીની હાલત હવે સારી છે અને તેની તબિયતમાં પણ સુધારો થયો છે. સચિનને બ્રેઈનમાં એક તરફ ટ્યુમર હતુ અને તે ઘણો ગંભીર સ્થિતિમાં હતો. આ ટ્યુમર લગભગ 5 સેમીનું હતુ. જે એક લાખ લોકોમાંથી 2 જણમાં જોવા મળે છે. આનાથી શરીરના પેરેલાઈઝ થવાનો પણ ખતરો રહે છે. ઑપરેશન સફળ થવા પર ડૉક્ટરોની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃ દીયા મિર્ઝાના તૂટ્યા લગ્ન, 11 વર્ષ બાદ પતિ સાહિલ સંઘાથી થઈ અલગઆ પણ વાંચોઃ દીયા મિર્ઝાના તૂટ્યા લગ્ન, 11 વર્ષ બાદ પતિ સાહિલ સંઘાથી થઈ અલગ

English summary
lucknow 20 Year Old Video Chats With Family as Doctors Remove Brain Tumour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X