For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ હેન્ડરાઈટિંગ માટે કોર્ટે ત્રણ ડોક્ટરો પર 5-5 હજારનો દંડ ઠોક્યો

ડોક્ટરોની ખરાબ હેન્ડરાઈટિંગ માટે હંમેશા વાતો કરવામાં આવે છે પરંતુ ઉત્તરપ્રદેશની અદાલતે તેના માટે ત્રણ ડોક્ટરો પર દંડ ઠોકી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ડોક્ટરોની ખરાબ હેન્ડરાઈટિંગ માટે હંમેશા વાતો કરવામાં આવે છે પરંતુ ઉત્તરપ્રદેશની અદાલતે તેના માટે ત્રણ ડોક્ટરો પર દંડ ઠોકી દીધો છે. લખનવ કોર્ટનો આ નિર્ણય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનવ બેન્ચે અલગ અલગ મામલામાં ત્રણ ડોક્ટરો પર ખરાબ હેન્ડરાઈટિંગ માટે 5-5 હજારનો દંડ ઠોક્યો છે.

doctor

અપરાધના ત્રણ અલગ અલગ મામલામાં સીતાપુર, ઉન્નાવ અને ગૌડા હોસ્પિટલ ઘ્વારા જે રિપોર્ટ રજુ કરવામાં આવી હતી, તે વાંચવા યોગ્ય ના હતી કારણકે ડોક્ટરોનું લખાણ ખુબ જ ખરાબ હતું. કોર્ટના કામમાં અડચણ માનતા કોર્ટે ત્રણે ડોક્ટરો- સીતાપુરના પીકે ગોયલ, ઉન્નાવના ટીપી અગ્રવાલ અને ગૌડાના આશિષ સક્સેનાને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચો: 3 રાજ્યોમાં માયાવતીનું એકલા ચૂંટણી લડવાનું એલાન, દિગ્વિજય પર ફોડ્યુ ઠીકરુ

આ મામલામાં જસ્ટિસ અજય લાંબા અને જસ્ટિસ સંજય હરકોલીની બેન્ચ ઘ્વારા ત્રણે ડોક્ટરોને 5-5 હજાર રૂપિયા કોર્ટ લાઇબેરીમાં જમા કરાવવા માટે કહ્યું. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વારંવાર ડોક્ટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ સરળ શબ્દોમાં લખે, પરંતુ તેમનું લખાણ એવું હોય છે કે વકીલ અને જજો માટે પણ તેને સમજવું ખુબ જ મુશ્કિલ બની જાય છે. દરેક મેડિકલ રિપોર્ટ વાંચ્યા પછી તેમને બોલાવવું પણ સંભવ નથી હોતું.

English summary
lucknow court fines doctors rs 5000 for poor handwriting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X