દીકરા સાથે 1 વર્ષથી રૂમમાં બંધ હતી મહિલા, કારણ ચોંકાવી નાખશે

Posted By:
Subscribe to Oneindia News

પંજાબના લુધિયાણામાં એક ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં 50 વર્ષની એક મહિલા અને 7 વર્ષના તેના દીકરાને એક ક્વાર્ટરમાંથી કાઢવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર આ મહિલા અને તેનો દીકરો છેલ્લા એક વર્ષથી ક્વાટરમાં બંધ હતા. સ્થાનિક લોકો ઘ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી લુધિયાણા ડિસ્ટિક્ટ સર્વિસેસ લીગલ અર્થોરિટી (ડીએલએસએ) ટીમ ઘ્વારા માતા અને દીકરાને ઘરની બહાર કાઢવામાં આવ્યા. રૂમમાં બંધ મહિલા માનસિક રીતે બિમાર લાગી રહી હતી.

સીઆરપીએફ ક્વાટરમાં 7 વર્ષના દીકરા સાથે બંધ મહિલા

સીઆરપીએફ ક્વાટરમાં 7 વર્ષના દીકરા સાથે બંધ મહિલા

જણાવવામાં આવી રહ્યું છે કે સીજેએમ ગુરપ્રીત કૌરને ફરિયાદ મળી કે સીઆરપીએફ ક્વાટરમાં એક મહિલા પોતાના 7 વર્ષના દીકરા સાથે બંધ છે. સૂચના મળતા તેઓ જગ્યા પર પહોંચી ગયા અને તેમને જોયું કે જે ઘરમાં મહિલા અને દીકરો બંધ હતા તેની હાલત ખુબ જ ખરાબ હતી.

મહિલા માનસિક રૂપે બીમાર

મહિલા માનસિક રૂપે બીમાર

જાણકારી અનુસાર આખા ઘરમાં ગંદકી થયેલી હતી. મહિલા અને તેના દીકરા બંનેની હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જો તેમને જલ્દી ઘરથી બહાર કાઢવામાં નહીં આવતે તો તેનું મૌત પણ થઇ શકતું હતું. બંનેનું શરીર ખુબ જ સુકાઈ ગયું હતું. બંનેને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે.

પતિની મૌત પર મહિલા ડિપ્રેશનનો શિકાર બની

પતિની મૌત પર મહિલા ડિપ્રેશનનો શિકાર બની

આખા મામલે ગુરપ્રીત કૌર ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા આ મહિલા અને તેના દીકરાની હાલત આવી ના હતી. એક વર્ષ પહેલા તેમના ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ જયારે મહિલાના પતિની મૌત થયી ત્યારે હાલત બદલાઈ ગયી. મહિલા ડિપ્રેશનનો શિકાર બની. જેને કારણે તેને ઘણીવાર આત્મહત્યા કરવાની કોશિશ કરી. હાલમાં તેમની ઉપચાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

English summary
Ludhiana: 50 year old woman and her seven year old son locked past one year rescued.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.