મધ્ય પ્રદેશઃ ભાજપના બે ધારાસભ્યોએ પાર્ટીને આપ્યો દગો, કમલનાથ સરકારના પક્ષમાં કર્યું વોટિંગ
મધ્ય પ્રદેશઃ ભાજપના બે ધારાસભ્યોએ પાર્ટીને આપ્યો દગો, કમલનાથ સરકારના પક્ષમાં કર્યું વોટિંગ
નવી દિલ્હીઃ બુધવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ક્રિમિનલ લૉ (સંશોધન) બિલ પર વોટિંગ થયું. બિલને વિધાનસભાએ પાસ કરી દીધું. ખાસ વાત એ રહી કે ભાજપના બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સરકારના પક્ષમાં વોટિંગ કર્યું. બિલ પાસ થયા બાદ વિધાનસભા સ્થગિત કરી દેવામાં આવી. વિધાનસભા બહાર સીએમ કમલનાથે કહ્યું કે ભાજપ અમને અલ્પમતમાં ગણાવી રહી છે અને કહી રહી છે કે કોઈપણ દિવસે સરકાર પડી શકે છે. જ્યારે આજે સદનમાં ક્રિમિનલ લૉ બિલ પર વોટિંગ દરમિયાન ભાજપી ધારાસભ્યોએ સદનમાં સરકારના પક્ષમાં વોટ નાખ્યો.

સરકાર ગમે ત્યારે પડી શકે
જણાવી દઈએ કે મંગળવારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડ્યા બાદ આજે બુધવારે મધ્ય પ્રદેશના નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે વિધાનસભામાં કહ્યું કે આ સરકાર ગમે ત્યારે પડી શકે છે. તેમણે કહ્યું કે જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ થયો તો કોંગ્રેસ સરકાર 24 કલાક પણ નહિ ચાલે.

કમલનાથે આપ્યો જવાબ
મુખ્યમંત્રી કમલનાથે આના પર જવાબ આપતા કહ્યું કે તમારા નંબર 1 અને 2 સમજદાર છે, માટે આદેશ નથી આપી રહ્યા. આ નંબર એક અને બે કોણ છે? તેમના વિશે બધા લોકો હકીકત જાણે છે. મધ્ય પ્રદેશમાં અમારી સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે. જો ભાજપને લાગે છે કે અમારી પાસે બહુમત નથી તો આજે જ વિશ્વાસ પ્રસ્તાવ લાવે. સાબિત થઈ જશે કે સરકાર અલ્પમતમાં છે કે નહિ. કમલનાથે કહ્યું કે અહીં બેઠેલા ધારાસભ્યો વેચાઉ નથી. જે બાદ ક્રિમિનલ લૉ પર વોટિંગ થયું તો સરકાર બિલ પાસ કરાવવામાં સફળ રહી.

કોંગ્રેસ સરકારના પક્ષમાં મત આપ્યા
2018માં થયેલ મધ્ય પ્રદેશના વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશની 230 વિધઆનસભા સીટમાંથી કોંગ્રેસ 114 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. તે બહુમત માટે જરૂરી 116ના આંકડાથી પણ પાછળ રહી ગઈ હતી. કમલનાથ 4 અપક્ષ, 2 બસપા અને 1 સપા ધારાસભ્યોના સમર્થનથી સરકાર ચલાવી રહી છે. જ્યારે ભાજપ પાસે 108 ધારાસભ્યો છે. જ્યારે એક સીટ બાકી છે.












Click it and Unblock the Notifications
