For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ CAAના વિરોધમાં ભાજપના 80 મુસ્લિમ નેતાઓએ પાર્ટી છોડી

નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં ભાજપના લગભગ 80 મુસ્લિમ નેતાઓએ પાર્ટીનુ પ્રાથમિક સભ્યપદ છોડવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં ભાજપના લગભગ 80 મુસ્લિમ નેતાઓએ પાર્ટીનુ પ્રાથમિક સભ્યપદ છોડવાની જાહેરાત કરી છે. આ ભાજપ નેતાઓમાં શામેલ રાજિક કુરેશી ફર્શીવાલાએ શુક્રવારે આ માહિતી આપી. પાર્ટી છોડનારા બધા કાર્યકર્તા ભાજપની ઈન્દોર, દેવાસ અને ખરગોનની લઘુમતી શાખાઓ સાથે જોડાયેલા હતા. તેમણે નાગરિકતા કાયદાને વિભાજનકારી ગણાવ્યો છે.

caa

રાજીનામુ આપનાર નેતાઓમાંથી એક રાજિક કુરેશી ફાર્શીવાલાએ કહ્યુ કે લગભગ 80 મુસ્લિમ સભ્યોએ ગુરુવારે નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે. ભાજપ છોડનારા મુસ્લિમ નેતાઓએ સીએએને ધાર્મિક આધારે લેવાયેલ વિભાજનકારી નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે ડિસેમ્બર 2019માં જ્યારથી સીએએ આવ્યુ છે ત્યારથી અમારા સમાજના કાર્યક્રમોમાં ભાગ લેવો અમારા માટે મુશ્કેલી બની રહ્યો હતો. લોકો અમને પૂછે છે કે સીએએ જેવા વિભાજનકારી કાયદા પર અમે ક્યાં સુધી ચૂપ રહીશુ.

ગુરુવારે ઈન્દોરમાં રાજીનામુ આપનાર ભાજપ કાર્યકર્તાઓએ મીડિયાને કહ્યુ કે વર્તમાન પરિદ્રશ્યની વાત કરીએ તો દેશમાં ભેદભાવ ચાલી રહ્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટી તો અમે કહ્યુ કે સારુ થયુ. અમે તેના પક્ષમાં હતા કે હવે કાશ્મીરમાં અમે પણ જઈને રહી શકીએ છે. કાર્યકર્તાઓએ કહ્યુ કે ત્રણ તલાક સમાપ્ત થયુ ત્યારે પણ અમે કોઈ હિંદુ-મુસ્લિમ ન કર્યુ. બાબરી મસ્જિદના નિર્ણયમાં પણ મંદિર સાથે મસ્જિદને પણ સ્થાન આપવામાં આવી રહ્યુ છે. આ દેશમાં હિંદુ-મુસ્લિમ ક્યાં સુધી ચાલશે, એક મુદ્દો સમાપ્ત થાય છે, તો બીજો મુદ્દો સામે આવી જાય છે.

સીએએના વિરોધમાં ભાજપ છોડનાર મુસ્લિમ નેતાઓએ પત્રમાં જણાવ્યુ, ભારતીય બંધારણના અનુચ્છેદ 14 હેઠળ કોઈ પણ ભારતીય નાગરિકને સમાનતાનો અધિકાર મળેલો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સીએએને ધાર્મિક આધારે લાગુ કરીને દેશમાં ભાગલા પાડવાનુ કાર્ય કર્યુ છે જે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

<br>આ પણ વાંચોઃ Republic Day Parade 2020: જાણો ક્યાં થઈ હતી ગણતંત્ર દિવસની પહેલી પરેડ, વાંચો ખાસ વાતો
આ પણ વાંચોઃ Republic Day Parade 2020: જાણો ક્યાં થઈ હતી ગણતંત્ર દિવસની પહેલી પરેડ, વાંચો ખાસ વાતો

English summary
Madhya Pradesh: 80 Muslim leaders resign from BJP over CAA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X