Madhya Pradesh Assambly election 2023: કોંગ્રેસની મધ્ય પ્રદેશમાં મુસ્લિમ વોટર પર નજર, જાણો સંપૂર્ણ ગણિત
Madhya Pradesh Assembly election 2023: મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠક છે, જેમાં કોંગ્રેસ દ્વારા એક બેઠક સિવાય તમામ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે હજુ સુધી બેતુલ જિલ્લાની આલમ બેઠક પર કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે આ સીટ પરથી ટિકિટ માંગી રહી છે, પરંતુ સત્તારૂઢ ભાજપ સરકારે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ફરી એકવાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની બેઠકો પર નજર રાખી રહી છે.

2018માં વોટની ટકાવારીમાં 3-4 ટકાનો વધારો - મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાં ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ મુસ્લિમ વોટ ભલે મહત્વના ન હોય, પરંતુ આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કરના કિસ્સામાં લઘુમતી સમુદાયના મતો ઓછામાં ઓછી 22 બેઠકો પર મહત્વની સાબિત થશે.
કોંગ્રેસ સાથે જોડાયેલા મધ્ય પ્રદેશ મુસ્લિમ વિકાસ પરિષદના સંયોજક મોહમ્મદ માહિરે જણાવ્યું હતું કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની વોટ ટકાવારીમાં ઓછામાં ઓછો 3-4 ટકાનો વધારો થયો છે, જેના કારણે તે બીજેપીથી થોડી આગળ છે.
કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના વડા કમલનાથે 2018માં જણાવ્યું હતું કે, જો 90 ટકા લઘુમતી મત પાર્ટીની તરફેણમાં આવે છે, તો પાર્ટી સરકાર બનાવી શકે છે. કોંગ્રેસની કીટીમાં 10-12 વધુ બેઠકોનો ઉમેરો થયો છે
માહિરે જણાવ્યું હતું કે, 2018ની ચૂંટણીમાં, કોંગ્રેસને કમલનાથની અપીલ પર લઘુમતી મતો મળ્યા અને પરિણામ એ આવ્યું કે, પાર્ટીની કીટીમાં 10-12 વધુ બેઠકો ઉમેરવામાં આવી, જે પાર્ટી 2008 અને 2013માં જીતવામાં નિષ્ફળ રહી હતી.
આ અગાઉની ચૂંટણીઓમાં, ભાજપની મત ટકાવારી (41.02 ટકા) કોંગ્રેસ (40.89 ટકા) કરતા થોડી વધુ હતી, પરંતુ કોંગ્રેસ 230 માંથી 114 બેઠકો જીતીને સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી બની હતી, જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી.
આ પછી કોંગ્રેસે સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP) અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી, પરંતુ કેટલાક ધારાસભ્યોના પક્ષપલટાને કારણે આ સરકાર 15 મહિના પછી પડી ગઈ હતી.
47 વિધાનસભા સીટો પર મહત્વપૂર્ણ છે મુસ્લિમ વોટ - માહિરે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં જ્યારે મતદારો ભાજપથી નારાજ હોય છે, ત્યારે તેઓ કોંગ્રેસની સરકારને ચૂંટે છે. તેવી જ રીતે, જ્યારે મતદારો કોંગ્રેસથી નારાજ હોયછે, ત્યારે ભાજપની સરકાર બને છે.
2011ની વસ્તી ગણતરી અનુસાર, મધ્યપ્રદેશમાં મુસ્લિમો વસ્તી 7 ટકા છે, જે હવે કદાચ 9-10 ટકા હોવી જોઈએ. 47 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતો મહત્વપૂર્ણ છે, પરંતુ 22 મતવિસ્તારોમાં તેઓ નિર્ણાયક પરિબળ છે.
તેમણે જણાવ્યું હતું કે, આ 47 બેઠકો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 5,000 થી 15,000 વચ્ચે છે, જ્યારે 22 વિધાનસભા મતવિસ્તારોમાં તેમની સંખ્યા 15,000 થી 35,000 વચ્ચે છે. આનો અર્થ એ થયો કે નજીકની હરીફાઈના કિસ્સામાં, મુસ્લિમ મતદારો 22 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. આ બેઠકોમાં ભોપાલની 3, ઈન્દોરની 2, બુરહાનપુર, જાવરા અને જબલપુર અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ પર લઘુમતીઓ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ - આ દરમિયાન, મધ્ય પ્રદેશ વક્ફ બોર્ડના અધ્યક્ષ અને ભાજપના પ્રવક્તા સંવર પટેલે ચૂંટણીની રાજનીતિમાં મુસ્લિમોની ભાગીદારી વિશે વાત કરતા કોંગ્રેસ પર લઘુમતીઓ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.
સંવર પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યમાં લઘુમતી સમુદાયમાંથી બે ઉમેદવારોને મેદાનમાં ઉતારીને 90-100 ટકા મત માંગે છે, તેમ છતાં તેણે રાજ્યમાં તેના 53 વર્ષના શાસનમાં (2003 સુધી) મુસ્લિમ સમુદાય માટે કંઈ કર્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપે માત્ર લઘુમતી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપી નથી, પરંતુ મુસ્લિમોની સામાજિક-આર્થિક પ્રગતિ પણ સુનિશ્ચિત કરી છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે તેઓ પછાત હતા.
મધ્યપ્રદેશમાં મુસ્લિમ મતો? - વરિષ્ઠ પત્રકાર ગિરજા શંકરે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ મુસ્લિમ મતો મધ્યપ્રદેશના રાજકારણને ખાસ અસર કરશે નહીં, પરંતુ બુરહાનપુર, અષ્ટા, રતલામ અને ઈન્દોરમાં લઘુમતી મતદારો પ્રભાવશાળી છે, અને જ્યાં સુધી તેમના મતોની ગીચતાનો સવાલ છે. ભોપાલ એક અપવાદ છે. ભોપાલમાં મજબૂત વિભાજનને કારણે ભાજપ છેલ્લી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો મેળવવામાં નિષ્ફળ રહી છે.
ભાજપનો પ્રયોગ નિષ્ફળ ગયો - માહિરે જણાવ્યું હતું કે, 2013 અને 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાંથી મુસ્લિમ સમુદાયના નેતાઓને મેદાનમાં ઉતારવાનો ભાજપનો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
આ સાથે માહિરે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના પરંપરાગત મત જેમાં બિન-મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. તેમના ઉમેદવારો સ્થાનાંતરિત થઈ શકતા નથી અને લઘુમતી સમુદાયના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે આવા મતદારોને મતદાન મથકો પર લઈ જવાની જવાબદારી પક્ષની છે. માહિરના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર ભોપાલ અને મધ્ય ભોપાલની બેઠકો સુધી મર્યાદિત છે.
આરીફ અકીલના પુત્રને ટિકિટ આપાઇ - આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આરીફ અકીલના પુત્ર આતિફ અકીલને ટિકિટ આપી છે. આતિફ ભોપાલ ઉત્તરના પૂર્વ મેયર અને ભાજપના ઉમેદવાર આલોક શર્માને પડકારશે, જ્યારે આરિફ મસૂદ ફરી એકવાર ભોપાલ મધ્યથી મેદાનમાં છે.
માહિર દાવો કરે છે કે, ભોપાલ ઉત્તર એ મુસ્લિમ બહુમતીવાળી બેઠક નથી અને આરિફ અકીલ બિન-મુસ્લિમ મતદારોના સમર્થનને કારણે જ જીતી શક્યા છે, જેઓ પરંપરાગત રીતે કોંગ્રેસને વફાદાર છે.
મુસ્લિમ સમુદાયના બે ધારાસભ્યો- અત્રે નોંધનીય છે કે, લગભગ બે દાયકાના અંતરાલ બાદ મુસ્લિમ સમુદાયના બે ધારાસભ્યો આરિફ અકીલ અને આરિફ મસૂદ 2018ની ચૂંટણી જીતીને મધ્યપ્રદેશ વિધાનસભા પહોંચ્યા હતા.
આ પહેલા 2003માં હમીદ કાઝી બુરહાનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 71 વર્ષીય કોંગ્રેસના દિગ્ગજ નેતા આરિફ અકીલ 1993 સિવાય 1990થી ભોપાલ ઉત્તર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. હવે અહીંથી તેમના પુત્ર આતિફ અકીલને ટિકિટ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
