ભાજપ ઈચ્છે તો અમે ફરીથી બહુમત સાબિત કરવા માટે તૈયારઃ કમલનાથ
ભાજપ ઈચ્છે તો અમે ફરીથી બહુમત સાબિત કરવા માટે તૈયારઃ કમલનાથ
ભોપાલઃ ભાજપ તરફથી મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં હોવાના દાવા પર કમલનાથે કહ્યું કે અમારી પાસે પૂર્ણ બહુમત છે અને ફરીથી એકવાર સાબિત પણ કરવા માટે તૈયાર છીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે મને સમજમાં નથી આવતું કે અમારી સરકારમાં બહુમતી નહોવાની વાત કયા આધારે કરી રહી છે કેમ કે તેઓ બહુમત પહેલેથી જ સાબિત કરી ચૂક્યા છે.

ફ્લોર ટેસ્ટ માટે કમલનાથ તૈયાર
કમલનાથે કહ્યું કે પાછલા પાંચ મહિનામાં ઓછામા ઓછા 4 વખત અમે બહુમત સાબિત કરી ચૂક્યા છીએ, પરંતુ તેઓ ઈચ્છે છે કે અમે ફરીથી ફ્લોર ટેસ્ટ આપીએ તો પણ અમને કાંઈ વાંધો નથી. અમે સદનમાં ફરી એકવાર બહુમત સાબિત કરવા માટે તૈયાર છીએ. કમલનાથનું કહેવું છે કે ભાજપ તેમની સરકારને પાડવાની કોશિશ કરી રહ્યું છે. તેમને વિવિધ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.

રાજ્યપાલને ભાજપની અરજી
જણાવી દઈએ કે ભાજપે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને દાવો કર્યો છે કે પ્રદેશની કમલનાથ સરકાર પાસે બહુમત નથી. એવામાં તેમને સદનમાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપવામાં આવે. વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું કે કેટલીય સમસ્યાઓ છે જેને જોતા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જરૂરત છે. અમે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગમાં વિશ્વાસ નથી રાખતા, આ સરકાર તો ખુદ જ નીચલા સ્તરે પડી જશે. હવે આ સરકારનો જવાનો સમય આવી ગયો છે. ભાજપનો દાવો છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને તેને સમર્થન આપી રહેલ ધારાસભ્યો સમર્થન પરત લેવા માટે તૈયાર છે.

આમના સમર્થનથી કોંગ્રેસે સરકાર બનાવી
2018ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની 230 વિધાનસભા સીટ માટે થયેલ ચૂંટણીમાં કોંગ્રેસને 114 સીટ મળી જે બહુમતથી 2 સીટ ઓછી હતી. બીજા નંબર પર ભાજપ રહ્યું હતું જેને 109 સીટ મળી હતી. કોંગ્રેસને સમાજવાદી પાર્ટીના એક, બહુજન સમાજ પાર્ટીના બે તથા અપક્ષના ચાર ઉમેદવારોનું સમર્થન હાંસિલ છે. આવી રીતે 121 સભ્યોના સમર્થન સાથે કોંગ્રેસે સરકાર બનાવી હતી.












Click it and Unblock the Notifications
