For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ કોવિડ-19 વેક્સીનથી વૉલંટિયરનુ મોત? પરિવારના આરોપ બાદ થયો હોબાળો

ભારતમાં કોરોના વાયરસ વેક્સીનના રસીકરણની તૈયારીઓ વચ્ચે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ coronavirus vaccine: ભારતમાં કોરોના વાયરસ વેક્સીનના રસીકરણની તૈયારીઓ વચ્ચે મધ્ય પ્રદેશ((Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભોપાલમાં 21 ડિસેમ્બર, 2020એ એક રોજમદાર મજૂર દીપક મરાવી (Deepak Maravi)નુ શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે દીપક કોવિડ-19 વેક્સીન ટ્રાયલનો વૉલંટિયર હતો. પરિવારનો આરોપ છે કે દીપકનુ મોત કોરોના વાયરસની વેક્સીન (Covid-19 Vaccine)ના કારણે થયુ છે.

corona vaccine

એનડીટીવીના રિપોર્ટ મુજબ 47 વર્ષીય દીપક મરાવીનુ મોત ગયા વર્ષે 21 ડિસેમ્બરે થયુ. તે ટીલા જમાલપુરા સ્થિત સૂબેદાર કોલોની સ્થિત પોતાના ઘરમાં મૃત મળી આવ્યો. પરિવારનો આરોપ છે કે કોવિડ-19 વેક્સીન ટ્રાયલમાં વૉલંટિયર હતો અને તેનુ મોત વેક્સીનના ડોઝના કારણે થયુ છે. પરિવારે એ પણ આરોપ લગાવ્યો કે દીપક મરાવીના કોવિડ-19 વેક્સીન વૉલંટિયર હોવા છતાં રાજ્ય સરકાર કે વેક્સીન નિર્માતા કંપની તરફથી કોઈ ફોલોઅપ કરવામાં આવ્યુ નહિ. આ ઉપરાંત પરિવારને પણ એ અંગેની માહિતી આપવામાં આવી નહોતી કે દીપક મરાવી કોવિડ-19 વેક્સીન વૉલંટિયર છે.

સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. હવે પોલિસ પણ હરકતમાં આવી ગઈ છે. દીપક મરાવીનુ શંકાસ્પદ સ્થિતિમાં મોત અંગે પોલિસે તપાસ શરૂ કરી દીધી છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે દીપકને કંઈ કંપનીની વેક્સીન આપવામાં આવી હતી. જો કે દીપકનુ મોત કોરોના વાયરસ વેક્સીનથી થયુ છે કે કોઈ બીજા કારણ છે તેનો ખુલાસો પોસ્ટમોર્ટમનો ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ થશે. આ દરમિયાન પોલિસને મૃતક દીપકનો વિસરા રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

તમારા સંસ્કાર દુનિયાભરમાં ઉજાગર થઈ રહ્યા છેઃ PM મોદીતમારા સંસ્કાર દુનિયાભરમાં ઉજાગર થઈ રહ્યા છેઃ PM મોદી

English summary
Madhya Pradesh family alleges volunteer passes away from Covid-19 Vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X