For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેનની છોકરીઓને સલાહ, વાળ કપાવશો તો સાસુ સાથે લડાઈ થશે

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ સીએમ આનંદીબેન પટેલ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ સીએમ આનંદીબેન પટેલ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. લેટેસ્ટ મામલો રાજગઢની કસ્તુરબા હોસ્ટેલનો છે, જ્યાં આનંદીબેન વિધાર્થીઓ વચ્ચે પહોંચી હતી. તેમની સાથે વાતચીત દરમિયાન આનંદીબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે છોકરીઓએ ખાવાનું બનાવતા શીખવું જોઈએ અને તેમને વાળ નહીં કપાવવા જોઈએ. જો તેઓ આવું નહીં કરે તો સાસરીમાં તેમનું સ્વાગત સારી રીતે નહીં થાય અને સાસુ સાથે તેમની લડાઈ પણ થશે.

ગર્લ્સ હોસ્ટેલમાં આનંદીબેનની સલાહ

ગર્લ્સ હોસ્ટેલમાં આનંદીબેનની સલાહ

આનંદીબેને કહ્યું કે છોકરીઓને દાળ બનાવતા આવડવું જોઈએ, તેમને રસોઈનું કામ આવડવું જોઈએ. જો તેમને આવું નહીં આવડે તો જયારે છોકરીઓ સાસરે જશે ત્યારે તેમની સાસુ સાથે લડાઈ થશે. આ દરમિયાન તેમને એવી પણ સલાહ આપી કે છોકરીઓએ વાળ નહીં કાપવા જોઈએ કારણકે લાંબા વાળ છોકરીઓની શાન હોય છે.

ભણવાની સાથે સાથે તેમને જમવાનું બનાવતા પણ આવડવું જોઈએ

ભણવાની સાથે સાથે તેમને જમવાનું બનાવતા પણ આવડવું જોઈએ

આનંદીબેને હોસ્ટેલની છોકરીઓને કહ્યું કે ભણવાની સાથે સાથે તેમને જમવાનું બનાવતા પણ આવડવું જોઈએ. તેમને દાળ બનાવવાની સાથે સાથે શાકભાજી કાપતા, લોટ બાંધતા પણ આવડવું જોઈએ. તેમને એવી પણ સલાહ આપી કે હોસ્ટેલમાં છોકરીઓએ ભેગા થઈને જમવાનું બનાવવું જોઈએ, જેઓ તેઓ આ બધું શીખી શકે.

લાંબા વાળ મહિલાઓની શાન

લાંબા વાળ મહિલાઓની શાન

હોસ્ટેલમાં વાતચીત દરમિયાન આનંદીબેને કેટલીક છોકરીઓને ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ અંગે સવાલ પૂછ્યા આ દરમિયાન ઘણી છોકરીઓ જવાબ નહીં આપી શકી અથવા તેમના જવાબ ખોટા હતા ત્યારપછી આનંદીબેને હોસ્ટેલની વોર્ડનને આ છોકરીઓ માટે ખાસ અલગ ક્લાસ આયોજિત કરવા માટે જણાવ્યું

English summary
Madhya pradesh governor Anandiben Patel says girls should learn cooking rajgarh Hostel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X