For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવાજીની મૂર્તિ પર કૉમેડી કરવા બદલ અગ્રિમા જોશુઆ પર થઈ શકે છે કાર્યવાહી

સ્ટેન્ડઅપ કૉમેડિયન અગ્રિમા જોશુઆ જો દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

સ્ટેન્ડઅપ કૉમેડિયન અગ્રિમા જોશુઆ જો દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે માહિતી આપી છે. આ પહેલા અગ્રિમાને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને રેપની ધમકી આપાર યુટ્યુબર શુભમ મિશ્રાની ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી છે. ધમકીભર્યા વીડિયોથી લઈને એક અન્ય વ્યક્તિ ઉમેશ દાદા ઉર્ફે ઈમ્તિયાઝ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પાલગઢ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.

અપમાનજનક અને ધમકીભર્યા વીડિયો પર તરત કાર્યવાહી

અપમાનજનક અને ધમકીભર્યા વીડિયો પર તરત કાર્યવાહી

આ કેસમાં વધુ માહિતી આપતા ગૃહમંત્રીએ કહ્યુ, 'અમુક લોકોને સોશિયલ મીડિયા પર મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ હજુ પણ ચાલુ છે. અગ્રિમા જોશુઆ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે આપેલા નિવેદન પર કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે અને જો તે દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.' મુંબઈ પોલિસે ટ્વિટ કરીને માહિતી આપી, 'મુંબઈ પોલિસ સાઈબર ક્રાઈમ બ્રાંચે અપમાનજનક અને ધમકીભર્યા વીડિયો પર તરત કાર્યવાહી કરી, જેને સોશિયલ મીડિયા પર એક અન્ય નામ ઉમેશ દાદાના નામથી પોસ્ટ કરવામાં આવી હતી. તેની ધરપકડ કરીને આઈપીસી અને આઈટી અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.'

શું છે આખો કેસ?

વાસ્તવમાં અગ્રિમા જોશુઆનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગયા વર્ષે એટલે કે એપ્રિલ 2019નો છે. વીડિયો ખાર સ્થિત એક મ્યુઝિક કેફે છે જેને હવે હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ તેમછતાં પણ આ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અગ્રિમા અરબ સાગરમાં શિવાજી મહારાજ પર બનનાર મૂર્તિ વિશે મજાક ઉડાવતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે અરબ સાગરમાં શિવાજીની એક પ્રતિમા બનાવવાની યોજના બનાવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ શિવસેના ધારાસભ્ય પ્રતાપ સારણિકે અગ્રિમા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતુ તે અગ્રિમા જોશુઆએ મહાન યોદ્ધાનુ અપમાન કર્યુ છે.

અગ્રિમાએ માંગી માફી

અગ્રિમાએ માંગી માફી

અગ્રિમાએ પોતાના વીડિયો માટે માફી માંગી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'મને મહાન નેતા છત્રપતિ શિવાજી મહારાજના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દુઃખ છે. મહાન નેતાના અનુયાયીઓની હું માફી માંગુ છુ જેમનુ હું સમ્માન કરુ છુ. વીડિયો હટાવી દેવામાં આવ્યો છે.'

નેપાળના પીએમ ઓલીની બકવાસ, કહ્યું- અસલી અયોધ્યા નેપાળમાં છેનેપાળના પીએમ ઓલીની બકવાસ, કહ્યું- અસલી અયોધ્યા નેપાળમાં છે

English summary
Maharashtra: Action likely to be taken against comedian agrima joshua over her remarks on shivaji statue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X