મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ, આ કારણે અજિત પવાર નારાજ

Maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત હવે ટૂંક સમયમાં થઈ શકે છે. આ અંગે જાહેરાત ચૂંટણીપંચ થોડા સમયમાં જાહેરાત કરી શકે છે. આ પહેલા મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં ભંગાણ એંધાણ દેખાઈ રહ્યા છે.

ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. શિંદે સરકારની કેબિનેટ બેઠકમાં ગઠબંધનમાં સંભવિત તિરાડના સંકેતો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એનસીપીના વડા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગુરુવારે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા, પરંતુ 10 મિનિટ પછી ગુસ્સામાં ચાલ્યા ગયા હતા. જ્યારે કેબિનેટની આ બેઠકમાં 88 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અજિત પવારના ગયા બાદ પણ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંપૂર્ણ કેબિનેટ બેઠક યોજી અને 88 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આ ઘટના બાદ સત્તાધારી ગઠબંધનમાં તિરાડ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Maharashtra assembly election 2024

એકનાથ શિંદે અને તેમની પાર્ટીના નેતાઓ અજિત પવાર અને NCP નેતાઓ સાથે ઝઘડો કરી રહ્યા છે. આવા સમયે અજિત પવાર પણ ચૂંટણી પ્રચાર દરમિયાન મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો શ્રેય પોતાને અને તેમની પાર્ટીને આપી રહ્યા છે. જેના કારણે મહાયુતિમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક કલહ ચાલી રહ્યો છે.

જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અજિત પવાર આગામી વિધાનસભાની ચૂંટણી મહાયુતિથી અલગ થઈને સ્વતંત્ર રીતે લડી શકે છે.

અજિત પવાર અને શિંદે વચ્ચે ઝઘડો શરૂ થતાંની સાથે જ શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને કોંગ્રેસ, જે વિપક્ષ મહાવિકાસ અઘાડીનો ભાગ છે, તેમને મહાયુતિ પર હાવી થવાની તક મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X