Maharashtra Assembly Election 2024: અજીત પવાર પર ભડકી સુપ્રિયા સુલે, કહ્યું - માંગ્યું હોત તો આપી બધુ આપી દેત,
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરત થવામાં હવે ગણતરીના દિવસોમાં જાહેરાત થઈ શકે છે. આ વચ્ચે નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.
આ વચ્ચે મહારાષ્ટ્રના બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ખુલીને વાત કરી છે.
બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, એનસીપી અજિત પવારની છે, તેઓ પાર્ટીને સંભાળવાના હતા, પરંતુ તેના બદલે તેમણે અમારા જીવનમાં તબાહી મચાવવાનો અને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, સાંસદ સુપ્રિયા સુલે, જે અજિત પવારના પિતરાઈ ભાઈ છે અને શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથના કાર્યકારી અધ્યક્ષ છે. મેં ક્યારેય એનસીપી અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી નથી.

આગળ વાત કરતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, તેમને આ પદ મળવાનું છે, તેમણે માંગ્યું હોત તો બધું જ આપી દીધું હોત, પાર્ટી છીનવી લેવાની કોઈ જરૂર નથી. નેતૃત્વ તેમના હાથમાં હોવા છતાં, તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
વાસ્તવમાં સુપ્રિયા સુલેએ જે રીતે અજિત પવારથી પોતાને દૂર રાખ્યા હતા, એવા સવાલો ઉઠવા લાગ્યા હતા કે, સુપ્રિયા સૂલે પોતે પાર્ટીની કમાન સંભાળવા માગે છે.
સુપ્રિયા સુલેએ આ વાતનું ખંડન કર્યું અને જણાવ્યું હતું કે, હું અજિત પવારને પાર્ટીની કમાન સોંપીને ખૂબ જ ખુશ છું. મેં તે ક્યારેય માંગ્યું નથી, પરંતુ તે તેને પ્રાપ્ત કરવા માટે બધું જ કરી રહી હતી.












Click it and Unblock the Notifications
