
CM શિવસેનાના જ હશે, મહારાષ્ટ્રનો ચહેરો અને રાજનીતિ બંને બદલાઈ રહ્યા છેઃ સંજય રાઉત
મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમો ઝડપથી બદલાઈ રહ્યા છે. રાજ્ય સરકારની રચના માટે મહારાષ્ટ્રનુ દંગલ દિલ્લી પહોંચી ચૂક્યુ છે. સોમવારે દિવસભર બેઠકોનો દોર ચાલતો રહ્યો પરંતુ પરિણામ કંઈ ન મળ્યુ. ભાજપ-શિવસેના ગઠબંધન વચ્ચે મુખ્યમંત્રી પદની દાવેદારી માટે ગતિરોખ હજુ પણ યથાવત છે. આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતનુ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે, 'મુખ્યમંત્રી શિવસેનાના જ હશે. મહારાષ્ટ્રનો ચહેરો અને રાજનીતિ બંને બદલાઈ રહ્યા છે, તમે જોશો. જેને તમે હોબાળો કહી રહ્યા છો, તે હોબાળો નથી પરંતુ ન્યાય અને અધિકારોની લડાઈ છે, આમાં જીત અમારી થશે.'
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે અમારી પાસે બહુમતનો આંકડો છે. હજુ અમારી પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે, જે 175 સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે શિવસેના 56 ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસ પાસે 44 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પાસે 54 ધારાસભ્ય છે. વળી, અપક્ષ ધારાસભ્યોની સંખ્યા એક ડઝનથી વધુ છે. જો આ બધી પાર્ટીઓ એકસાથે પણ આવી જાય તો આ આંકડો 170ની નજીક પહોંચી જાય. આ પહેલા સામનામાં શિવસેનાએ એક વાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યુ.
Sanjay Raut, Shiv Sena, in Mumbai: Chief Minister will be from Shiv Sena only. The face & politics of Maharashtra is changing, you will see. What you call 'hungama' (commotion), is not 'hungama', but the fight for justice & rights, victory will be ours. pic.twitter.com/2HEKba2bfM
— ANI (@ANI) 5 November 2019
નવી ગઠબંધન સરકારની રચનામાં સીએમ પદ માટે ચાલી રહેલ ખેંચતાણ પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. શિવસેનાએ લખ્યુ કે ભાજપને ઈડી, પોલિસ, પૈસા, ધાકના દમ પર અન્ય પાર્ટીઓના ધારાસભ્યો તોડીને સરકાર બનાવવી પડશે. સામનામાં લખવામાં આવ્યુ કે શિવસેના વિના બહુમત મળે તો સરકાર બનાવી લો, મુખ્યમંત્રી બની જાવ. આ સીધો સંદેશ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો. દેવેન્દ્ર ફડણવીસ માટે આજે પાર્ટીમાં કોઈ વિરોધી અથવા મુખ્યમંત્રી પદના દાવેદાર બચ્યા નથી. આ એક વિચિત્ર સંયોગ છે. ગોપીનાથ મુંડે આજે હોત તો મહારાષ્ટ્રનુ દ્રશ્ય અલગ દેખાતુ હોત અને મુંડે મુખ્યમંત્રી બની ગયા હોત તો યુતિમાં આજના જેવી કટુતા ના દેખાતી હોત.
આ પણ વાંચોઃ Trailer- પત્ની-પ્રેમિકા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, 'પતિ, પત્ની ઓર વો'નુ ટ્રેલર રિલીઝ