For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCPના જાદુને તોડવો BJP માટે પડકાર

મહારાષ્ટ્રના ભૌગોલિક અને રાજકીય રીતે પાંચ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે – કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશ અને પશ્ચિમ મહારાષ્ટ્ર.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ભૌગોલિક અને રાજકીય રીતે પાંચ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે – કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશ અને પશ્ચિમ મહારાષ્ટ્ર. 2014 બાદ લગભગ દરેક ચૂંટણીમાં સત્તામાં રહેનાર પક્ષે મહારાષ્ટ્રમાં પોતાનો દબદબો જાળવ્યો છે. પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેમને સફળતા નથી મળી. જો 2014-2019ની લોકસભા ચૂંટણીના આંકડા જોઈએ તો પણ ખ્યાલ આવશે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને બે તૃતિયાંશ બેઠકો નથી મળી. આ ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ આખા મહારાષ્ટ્રમાં 80 ટકા બેઠકો પર જીત મેળવી હતી. અહીં 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ એટલા માટે નથી કારણ કે ત્યારે ચારેય પક્ષો અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ વખતે આ ચારેય પાર્ટીઓ બે જૂથમાં મેદાનમાં છે. હવે જોવાનું એ રહેશે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના પોતાનું પ્રદર્શન સુધારી શક્શે કે ફરી એકવાર વિપક્ષી ગઠબંધન પોતાનો દબદબો જાળવી રાખશે?

પાછળી ત્રણ ચૂંટણીમાં વિધાનસભા બેઠકોના વલણ

પાછળી ત્રણ ચૂંટણીમાં વિધાનસભા બેઠકોના વલણ

2014થી મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી થઈ ચૂકી છે અને હવે ચોથી થવાની છે. 2014ની સામાન્ય ચૂંટમીમાં ભાજપ અને શિવસેનાએ મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 232 બેઠકો જીતી હતી. જ્યારે 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને બંને પક્ષો અલગ અલગ લડીને 185 બેઠકો જ જીતી શકી હતી. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં બંને સાથે લડ્યા અને વિધાનસભાની 226 બેઠકો પર વિજય મેળવ્યો. કોંગ્રેસ એનસીપીના પ્રદર્શનની વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો રાજ્યની 42 વિધાનસભા બેઠકો પર લીડ મેળવી હતી અને આ જ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષના આંકડા સુધર્યા અને તેઓ 83 બેઠકો જીત્યા. પરંતુ 2019માં બંને પક્ષો સાથે લડ્યા અને 45 વિધાનસભા બેઠકો પર જ લીડ મેળવી શક્યા.

પશ્ચિમ મહારાષ્ટ્રની 58 બેઠકો નક્કી કરશે અંતિમ પરિણામ

પશ્ચિમ મહારાષ્ટ્રની 58 બેઠકો નક્કી કરશે અંતિમ પરિણામ

ફક્ત છેલ્લી 3 ચૂંટણી જ નહીં 1990થી થયેલી દરેક ચૂંટણી જોઈએ તો સ્પષ્ટ છએ કે મહારાષ્ટ્રમાં જે પણ પરિણામ આવે પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ-એનસીપી ભાજપ-શિવસેનાને આકરી હરિફાઈ આપે છે. પાછલી ત્રણ ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપના ગઠબંધને પોતાનો દબદબો બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને તેની ટકાવારી સતત સુધી રહી છે. પરંતુ હજી પણ વિપક્ષના જાદુને તોડવામાં તેઓ સફળ નથી થયા. પશ્ચિમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 58 બેઠકો છે. અને આ ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ-એનસીપી અહીં પોતાનો જનાધાર જાળવી રાખશે તો મહારાષ્ટ્રના પરિણામ પર તેની અસર પડી શકે છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના પરિણામ

પશ્ચિમ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના પરિણામ

1999માં શરદ પવારે કોંગ્રેસ છોડીને એનસીપીની રજના કરી ત્યાં સુધી પશ્ચિમ મહારાષ્ટ્રમાં માત્ર કોંગ્રેસનો દબદબો હતો. 1990 બાદની ચૂંટણીનઓના વિશ્લેષણથી આ સ્થિતિ સારી રીતે સમજી શકાય છે. પવારના આવ્યા બાદ એનસીપીએ કોંગ્રેસની તાકાતમાં પોતાનો પણ પગ જમાવી દીધો. લગભગ 10 વર્ષ એટલે કે 2009 સુધી આ વિસ્તારમાં કોંગ્રેસ અને એનસીપીનો જબરજસ્ત દબદબો હતો. 2014ની સામાન્યચૂંટણી પહેલા પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના કરતા કોંગ્રેસ-એસીપીનો વોટશેર હંમેશા વધારે હતો. 2014ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી તેમજ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અને શિવસેનાએ આ વિસ્તારમાં કોંગ્રેસ-એનસીપીને પાછળ છોડવાની શરૂઆત કરી, પરંતુ લીડનું અંતર તો અન્ય વિસ્તારો કરતા ઓછું જ રહ્યું છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં બદલાયું જીતનું અંતર

પશ્ચિમ મહારાષ્ટ્રમાં બદલાયું જીતનું અંતર

288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં પશ્ચિમ મહારાષ્ટ્રની 58 બેઠકો ઉપરાંત કોંકણમાં 75, મરાઠવાડામાં 46, વિદર્ભમાં 62, ખાનદેશમાં 47 બેઠકો છે. અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટાએ પશ્ચિમ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામના આંકડાનું વિશ્લેષણ કર્યું છે તે પ્રમાણે પાછલી બંને લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપ-શિવસેનાએ કોંગ્રેસ-એનસીપીના દબદબા પર અસર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે જો હાલની વિધાનસભા ચૂંટણીમાં બંને સત્તાધારી પક્ષોએ પોતાના પ્રદર્શનને જાળવી રાખ્યું તો તે આ વિસ્તારમાં વિપક્ષના જાદુને અસર કરી શકે છે.

આ પણ વાંચો: કપિલ સિબ્બલનો પીએમ મોદી પર કટાક્ષ - 56 ઈંચની છાતી હોય તો જિનપિંગ પાસે ખાલી કરાવો કબ્જાવાળી જમીન

English summary
maharashtra assembly elections 2019: situation in west maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X