For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ સિબ્બલનો પીએમ મોદી પર કટાક્ષ - 56 ઈંચની છાતી હોય તો જિનપિંગ પાસે ખાલી કરાવો કબ્જાવાળી જમીન

પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આજે મુલાકાત થવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદીને એક સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આજે મુલાકાત થવાની છે. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે થઈ રહેલી આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. આનાથી ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદીને એક સલાહ આપી છે.

kapil sibal

તેમણે ટ્વીટ કરીને કહ્યુ, સમય આવી ગયો છે કે પીએમ મોદી પોતાની 56 ઈંચની છાતી બતાવે અને ચીનના રાષ્ટ્રપતિની આંખોમાં આંખો નાખીને તેમની પાસેથી પાક અધિકૃત કાશ્મીરમાં 5000 કિલોમીટરની જમીન છોડવા માટે કહે. તેમણે આગળ લખ્યુ, શી જિનપિંગ પાકિસ્તાનના સારા દોસ્ત છે અને તે અનુચ્છેદ 370 પર ઈમરાન ખાનનુ સમર્થન પણ કરતા જોવા મળ્યા છે. એવામાં પીએમ મોદીએ તેમની આંખોમાં આંખ નાખીને પીઓકેમાં ભારતની જમીન ખાલી કરવા માટે બોલવુ જોઈએ. કપિલ સિબ્બલે પીએમ મોદીને પણ સલાહ આપી કે તે જિનપિંગને કહે કે ભારતમાં 5જી માટે ચીની કંપની હુવેઈની જરૂર નથી.

કપિલ સિબ્બલના આ ટ્વીટને કટાક્ષ રૂપે જોવામાં આવી રહ્યુ છે જેમાં તે પીએમ મોદીને પોતાની 56 ઈંચની છાતી બતાવવા માટે પડકાર આપી રહ્યા છે. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ, તમે 56 ઈંચની છાતી બતાવો નહિતર પછી હાથીના દાંત ખાવાના અલગ અને બતાવવાના અલગવાળી વાત થઈ જશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા શરૂઆતથી જ પીએમ મોદી અને ભાજપ માટે આવા ટ્વીટ કરતા રહ્યા છે. વળી, કોંગ્રેસ પાર્ટીએ પણ પીએમ મોદી પર નિશાન સાધીને સવાલ કર્યો હતો કે જ્યારે શી જિનપિંગે કહ્યુ કે તે કાશ્મીરની હાલત જોઈ રહ્યા છે તો આપણા પ્રધાનમંત્રીએ આ સવાલ કેમ ના કર્યો કે ચીનમાં પણ લોકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

મોદી અને જિનપિંગની વાતચીત પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચીન પાસે માંગ કરી છે કે તે અક્સાઈ ચીન ક્ષેત્ર ભારતને પાછુ આપે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે શુક્રવારે પીએમ મોદી અને શી જિનપિંગ તમિલનાડુના મહાબલિપુરમમાં વાતચીત કરશે. જિનપિંગ ચીનથી રવાના થઈ ચૂક્યા છે. તે બપોર સુધી ચેન્નઈ એરપોર્ટ પર પહોંચી જશે. આ મુલાકાતમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાત થઈ શકે છે. સાથે સીમા વિવાદ પર પણ ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને 33% અનામતનુ વચનઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને 33% અનામતનુ વચન

English summary
kapil sibal said to modi show 56-inch chest get Xi Jinping to vacate occupied land
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X