For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS સાથે જોડાયેલા 9 શકમંદોને મહારાષ્ટ્ર એટીએસે કસ્ટડીમાં લીધા

મહારાષ્ટ્રમાં આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ આઈએસઆઈએસ કનેક્શન સંબંધમાં રાજ્યમાં ઘણી જગ્યાએ છાપા માર્યા હતા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ આઈએસઆઈએસ કનેક્શન સંબંધમાં રાજ્યમાં ઘણી જગ્યાએ છાપા માર્યા હતા. આ રેડ દરમિયાન એટીએસે 9 શકમંદોને કસ્ટડીમાં લીધા છે જેમાં એક સગીર પણ શામેલ છે. તે કથિત રીતે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસમાં શામેલ થવાના હતા. સૂત્રો મુજબ એટીએસ ઘણી અન્ય જગ્યાએ પણ રેડ કરી શકે છે.

ats

એટીએસના એક અધિકારીએ જણાવ્યુ કે આ બધા સીરિયા જવાના હતા જ્યાં તેમને ફિદાયિન ટ્રેનિંગ આપવાની હતી. એટીએસ કસ્ટડીમાં લીધેલા બધા 9 શકમંદોની પૂછપરછ કરી રહી છે. કસ્ટડીમાં લીધેલા 5 શકમંદો ઔરંગાબાદ અને 4 ઠાણે જિલ્લાના મુંબ્રાના રહેવાસી છે. સમાચાર છે કે એટીએસે જે શકંદોને ઠાણેથી કસ્ટડીમાં લીધા છે તે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના ઔરંગાબાદ બ્રાંચના સલમાનના સંપર્કમાં હતા.

એટીએસની આ રેડ બાદ જે 9 શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમાં એક સગીર ઉપરાંત મોહમ્મદ મઝહર શેખ, મોહસિન ખાન અને ફહદ શાહ શામેલ છે. સમાચાર મુજબ મોહમ્મદ મઝહર મિકેનિકલ એન્જિનિયર અને મોહસિન સિવિલ એન્જિનિયર છે જ્યારે ફહદ આર્કિટેક્ટ છે. આ બધાને એટીએસની ટીમ પૂછપરછ કરી રહી છે.

તેમની પાસે લેપટોપ, મોબાઈલ અને અમુક ધાર્મિક પુસ્તકો મળી આવી છે. આ ઉપરાંત એટીએસ ઈમેલ્સ, ચેટ અને વૉટ્સઅપ મેસેજનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સૂત્રો મુજબ એટીએસે કસ્ટડીમાં લીધેલા બધા શકમંદે અદાલતમાં હાજર કરશે જ્યાં તેમની કસ્ટડી માંગવામાં આવશે. વળી, કસ્ટડીમાં લીધેલા એક શકમંદના ભાઈએ કહ્યુ કે તેને નથી લાગતુ કે આ લોકોએ કોઈ ખોટુ કામ કર્યુ છે. તેમને એટીએસે જણાવ્યુ છે કે પૂછપરછ માટે તેમને લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ નરોડા પાટિયા રમખાણો કેસમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહતઆ પણ વાંચોઃ નરોડા પાટિયા રમખાણો કેસમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

English summary
Maharashtra ATS arrested Nine for alleged links to ISIS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X